અમદાવાદ,તા.૨૪
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજશે. જેને પગલે રાજ્યભરમાંથી લોકો કાર્યક્રમ નિહાળવા આવી રહ્યા છે. ત્યારે કાર્યક્રમમાં જોડાવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં સમાવિષ્ઠ મંત્રીઓ તથા ભાજપના ગુજરાત સાંસદો અને ધારાસભ્યને વિશેષ બસોમાં મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા હતા.
ગાંધીનગરથી સદસ્ય નિવાસેથી ભાજપના તમામ એમએલએ નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમમાં હાજર આપવા માટે બસમાં જવા રવાના થયા હતા. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પુરષોત્તમ રૂપાલા તેમજ ગુજરાત રાજ્યના મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જયેશ રાદડિયા, સહિતના મંત્રીઓ રવાના થયા હતા. ઉપરાંત દંડક પંકજ દેસાઈ પણ જોડાયા હતા. આ ઉપરાંત ધારાસભ્યો અને સાંસદોના માટે પણ બસની વ્યવસ્થા કરવામાં આવી હતી.
નમસ્તે ટ્રમ્પ : ભાજપા સાંસદો-ધારાસભ્યોએ મોટેરા સ્ટેડિયમ સુધી બસમાં મુસાફરી કરી
Leave a Comment