જો આમ થશે તો સંસ્કૃત રાષ્ટ્રીય ભાષા જાહેર થઇ જશે ,સુપ્રીમ કોર્ટમાં પિટીશન

280

– વર્તમાન બંધારણીય જોગવાઈ પ્રમાણે હિન્દી ભારતની રાષ્ટ્રભાષા નહીં, પરંતુ રાજભાષા છે: એડવોકેટ કેજી વણઝારાનો પિટીશનમાં દાવો

હિન્દીને રાજભાષા ચાલુ રાખીને સંસ્કૃતને રાષ્ટ્રભાષા જાહેર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની પિટીશન કરવામાં આવી છે.ગુજરાત સરકારના પૂર્વ અધિક સચિવ અને હાલ સર્વોચ્ચ ન્યાયાલયમાં વકીલાત કરતા કે.જી.વણઝારાએ ભારતીય બંધારણના આર્ટીકલ 32 હેઠળ સર્વોચ્ચ અદાલતમાં એક જાહેર હિત પિટિશન (પીઆઈએલ (ડબલ્યુ. પી. (સી) નંબર .257 / 2020) દાખલ કરીને હિન્દીનો વર્તમાન રાજભાષાનો દરજ્જો ચાલુ રાખીને રાષ્ટ્રભાષાની નવી કક્ષા ઊભી કરીને સંસ્કૃતને રાષ્ટ્રભાષા જાહેર કરવા માટે ભારત સરકારને હુકમ કરવા વિનંતી કરી છે.

કે.જી.વણઝારાએ પક્ષકાર પિટિશનર તરીકે આ પિટિશનમાં રજૂઆત કરી છે કે ભારતીય બંધારણના વર્તમાન માળખાના આર્ટીકલ – 343 થી 351 સુધીના ઢાંચામાં ફેરફાર કયર્િ વગર સંસ્કૃત ભાષાને રાષ્ટ્રભાષા બનાવી શકાય તેમ છે. પિટિશનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે વર્તમાન બંધારણીય જોગવાઈ પ્રમાણે હિન્દી ભારતની રાષ્ટ્રભાષા નહીં,પરંતુ રાજભાષા છે પરંતુ પરંપરાગત રીતે લોકો હિન્દીનો રાજભાષાને બદલે રાષ્ટ્રભાષા તરીકે ઉલ્લેખ કરે છે.તાત્વિક રીતે હાલ ભારતની કોઈ રાષ્ટ્રભાષા નથી.

આ પિટિશનના સમર્થનમાં સુપ્રીમ કોર્ટના વકીલ કે.જી.વણઝારાએ રજૂઆત કરી છે કે હિન્દી, હિન્દુસ્તાની (ઉર્દૂ), અંગ્રેજી અને સંસ્કૃત પૈકી કોઈ એક ભાષાની રાજભાષા તરીકેની પસંદગી માટે બંધારણ સભામાં તા. 12, 13, 14 સપ્ટેમ્બર, 1949 દરમિયાન ઉગ્ર અને તોફાની ચચર્ઓિ થઈ હતી, જેમાં ઉત્તર ભારત અને મધ્ય ભારતના હિન્દી ભાષી સભ્યોની બહુમતીના કારણે સમાધાન સ્વરૂપે હિન્દીનો સર્વસંમત રાજભાષા તરીકે સ્વીકાર કરાયો હતો.
એ જાણીને આશ્ચર્ય થશે કે ભારતીય બંધારણના મુખ્ય ઘડવૈયા અને તત્કાલિન નહેરૂ સરકારના કાયદા મંત્રી ડો. આંબેડકર, કે જેમને તેમની જાતિના કારણે 1907માં મેટ્રિકની પરીક્ષામાં સંસ્કૃત ભાષાને બદલે પર્શિયન ભાષા ભણવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા,તેમની આગેવાની નીચે અનેક વિદ્વાન સભ્યોએ હિન્દીને બદલે સંસ્કૃતને રાજભાષાનો દરજ્જો આપવા માટે ખરડામાં સુધારો રજૂ કરેલો, જેમાં મુખ્યત્વે પશ્ચિમ બંગાળના મુસ્લિમ વિદ્વાન નઝીરૂદ્દીન એહમદ,પંડિત લક્ષ્‍મી કાંતા મૈત્રા, તત્કાલિન નહેરૂ કેબિનેટમાં ઉદ્યોગ મંત્રી અને હિન્દુ મહાસભા તરફથી ચૂંટાયેલા ડો. શ્યામાપ્રસાદ મુખજીર્ (પાછળથી ભારતીય જનસંઘના સ્થાપક),કુલાધાર ચાલિહા (આસામ) વગેરેનો સમાવેશ થાય છે,તે સૌએ પ્રવચનો કરીને સંસ્કૃતની તરફેણમાં ભારે લડત આપી હતી.

અમેરિકન ભાષાશાસ્ત્રી અને સંસ્કૃતનાં વિદ્વાન પ્રોફેસર વ્હીટનીએ (1827-1894) કહ્યું છે કે સંસ્કૃતની અદ્વિતીય પારદર્શિતા અને સંરચના આ ભાષાને ભારતીય અને યુરોપીયન કુળની બધી ભાષાઓમાં પ્રથમ સ્થાન આપે છે.જર્મનીનાં ભાષા શાસ્ત્રી અને ભારતીય યુરોપીયન ભાષાઓના વિદ્વાન પ્રોફેસર બોપએ (1791-1867) કહ્યું છે કે – એક સમયે સંસ્કૃત પૂરા યુરોપ્ની ભાષા હતી. જર્મનીનાં ભારતીય સંસ્કૃતિ વિદ્વાન અને ઇતિહાસકાર પ્રોફેસર વેબર (1825-1901)ના મતાનુસાર – મહર્ષિ પાણીનીનું વ્યાકરણ વિશ્વમાં સર્વ સ્વીકૃત,લઘુત્તમ અને પરિપૂર્ણ વ્યાકરણ છે.

પ્રોફેસર વિલ્સન કહે છે કે કોઈ અન્ય રાષ્ટ્ર સિવાય ફક્ત હિન્દુ રાષ્ટ્રએ ઉચ્ચારણ શાસ્ત્રની પરિપૂર્ણ પદ્ધતિની શોધ કરી છે.અમેરિકન ગણિત શાસ્ત્રી અને વૈદિક વાંગમયના પંડિત પ્રોફેસર થોમ્પસન (1947-2008) કહે છે કે સંસ્કૃત ભાષામાં સ્વર વર્ણમાળાની ગોઠવણી માનવ પ્રતિભાનું અદ્વિતીય ઉદાહરણ છે.બાંગ્લા ભાષાશાસ્ત્રી અને લેખક,ઢાકા યુનિવર્સીટીનાં પ્રોફેસર મોહમ્મદ શાહીદુલ્લાહ (1885-1969) કહે છે કે વિશ્વમાં સંસ્કૃત કોઈ પણ પ્રજાતિમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિની ભાષા છે. ઉપરોક્ત વિશ્વખ્યાતિ વિદ્વાનોનાં મંતવ્યો સાથે એક મુસ્લિમ સભ્ય નાઝીરૂદ્દીન એહમદે સંસ્કૃત ભાષાને રાજભાષા બનાવવાની તરફેણ કરી હતી.

જો ભારત હિન્દીને રાજભાષા ચાલુ રાખી તે ઉપરાંત સંસ્કૃતને રાષ્ટ્રભાષા જાહેર કરે તો જાતિ,પંથ,વિસ્તાર તેમજ ઇસ્લામ,ખ્રિસ્તી,જૈન,બૌદ્ધ,શીખ અને પારસી ધર્મોના આધાર પર કોઈ વિવાદ કે વિગ્રહ ઊભો ન થઈ શકે,કારણ કે,આ બધા ધર્મોમાં પ્રચલિત ભાષાઓનાં મૂળ સંસ્કૃત ભાષામાં છે.

ડો. જાકીર નાયક જેવા વિશ્વ વિખ્યાત ઈસ્લામિક વિદ્વાનએ, અલબત હાલ તેમને કેટલાક કારણોસર કાયદા અનુસાર ભાગેડુ જાહેર કરાયા છે,પણ સંસ્કૃતને સામાન્ય માણસની એટલે કે રાષ્ટ્રભાષા બનાવવા અનુરોધ કર્યો છે.હવેથી મદ્રેસાઓમાં સંસ્કૃત ભણાવવામાં આવશે,તેમ જણાવ્યુ હતું.ભારતે ઈઝરાયલ પાસેથી શીખવું જોઈએ કે જેણે 1948માં આઝાદી મળતાં જ,છેલ્લા 2000 વર્ષોથી મૃત મનાતી હિબ્રુ ભાષાને અંગ્રેજીની સમાંતર રાષ્ટ્રભાષા/રાજભાષા જાહેર કરી છે.

Share Now