કોલકતા : શનિવારથી ભાજપના રાષ્ટ્રીય નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમીત શાહની બે દિવસથી પ.બંગાળ મુલાકાતમાં તેઓની સુરક્ષામાં મોટો વધારો કર્યો છે.
શાહની સુરક્ષા માટે ખુદ પ.બંગાળ સરકારે એકશન પ્લાન તૈયાર કર્યા છે અને માર્ગો પરના દરેક લોકોનું પોલીસ સ્કેનીંગ થશે.શાહ આ રોડ-શો મંદિરની મુલાકાત, ખેડુતો સાથે ભોજપ વિ. કાર્યક્રમો કરશે. તા.20ના તેઓએ પત્રકાર પરિષદ પણ કરશે.બીજી તરફે 5% બંગાળમાં ટીએમસીના નેતા શુભેન્દ્રુ અધિકારીએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ કાલે અમિત શાહની હાજરીમાં પક્ષના 60 નેતાઓ સાથે ભાજપમાં જોડાશે અને તેમાં થોડા ધારાસભ્યો પણ હશે.
અંદાજે 20થી25 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે તેવો દાવો કરવામાં આવ્યો છે.25 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની છે અને તૃણમુલમાં મોટુ ભંગાણ પાડવાનો ભાજપનો વ્યુહ છે અને મમતા બેનરજી પર જબરુ દબાણ લાવી દેવાયું છે.ભાજપે આ 25 ધારાસભ્યોના વિધાનસભામાંથી રાજીનામા લઈને મમતા માટે બહુમતી રહે તે જોવા માટે વ્યુહ રચાયો છે.
શનિવારથી અમિત શાહ પ.બંગાળમાં : તૃણમુલ કોંગ્રેસમાં મોટાપાયે ભંગાણ સર્જાવાની ભાજપની તૈયારી

Leave a Comment