કાશ્મીરમાં જીલ્લા પરિષદની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ- પીડીપી જોડાણને પ્રારંભીક સરસાઈ : DDC ચૂંટણીમાં ભાજપ આગળ

369

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં કલમ-670ની નાબુદી બાદ પ્રથમ વખત યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજયની સંસ્થામાંથી જીલ્લા વિકાસ પરિષદ (ડીડીસી)ની 280 બેઠકોની ચૂંટણીમાં પ્રાથમીક પરિણામો આવવાનું શરૂ થયું છે.જેમાં પીડીપી-નેશનલ-કોન્ફરન્સના ગુપકર-જોડાણને 19 બેઠકો પર ભાજપને 11 કોંગ્રેસને 2 તથા અન્યને 10 બેઠકો પર સરસાઈના સંકેત છે.કાશ્મીરમાં આ ચૂંટણીમાં 280 બેઠકો પર 450 મહિલા સતત 4181 ઉમેદવાર મેદાનમાં હતા અને મતદાન 51% થયું હતું. તા.28 નવે.થી 19 ડિસેમ્બર વચ્ચે મતદાન થયું હતું અને રાજયમાં પ્રથમ વખત શાંતિપૂર્ણ કોઈ હિંસક ઘટના વગર જ મતદાન થયું હતું તથા આજે 20 જીલ્લામાં મતગણતરી ચાલુ છે જેમાં હાલ કલમ 370ની નાબુદીના વિરોધી ગુપકર જુથને 19 બેઠકો પર સરસાઈ છે પણ ભાજપે 11 બેઠકો પર લીડ મેળવીને તેની હાજરી મજબૂત બનાવી છે.

જમ્મુ-કાશ્મીર જિલ્લા વિકાસ પરિષદની 280 બેઠકો માટેની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે અને શરૂઆતમાં વલણ જમ્મુ ક્ષેત્રની 140 માંથી 34 બેઠકો અને કાશ્મીરની 140 માંથી 20 બેઠકો માટે નોંધાયું છે.શરૂઆતનાં વલણોમાં,જમ્મુ ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી આગળ છે અને કાશ્મીરમાં ગુપકાર ગઠબંધન આગળ છે. જો કે, કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી પણ વલણોમાં ખાતું ખોલતી જોવા મળી રહી છે.પ્રારંભિક વલણોમાં,ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવારો કાશ્મીરની 5 જિલ્લા વિકાસ પરિષદ બેઠકો પર આગળ છે.

ડીડીસી ચૂંટણી

જમ્મુ-કાશ્મીરમાં 8 તબક્કામાં યોજાયેલી ડીડીસીની ચૂંટણીનાં આજે પરિણામોની ઘોષણા કરવામાં આવશે.જમ્મુ-કાશ્મીરની 280 ડીડીસી બેઠકો માટે 2178 ઉમેદવારોનાં ભાવિનો નિર્ણય લેવામાં આવશે.સવારે 9 વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે.આઠ તબક્કામાં મતદાન 51.42 ટકા થયુ હતું.આજે મતગણતરી કેન્દ્રોમાં ત્રણ લાખથી વધુ મતોની ગણતરી કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે, જમ્મુ ડિવિઝનનાં 140 મતવિસ્તારોમાંથી, ભાજપ 24 બેઠકો પર,કોંગ્રેસ 04 પર,નેશનલ કોન્ફરન્સ 07, અપની પાર્ટીને 02, અપક્ષ પાર્ટીને 03, અને પેન્થર્સ પાર્ટી એક બેઠક પર આગળ છે.

નેતાઓની અટકાયત

સોમવારે સાંજે,ચૂંટણીનાં પરિણામો આવે તે પહેલાં પીડીપીનાં વધુ એક વરિષ્ઠ નેતાની અટકાયત કરવામાં આવી હતી.પીડીપી નેતા નવીમ અખ્તરને કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.આ પછી,મહેબૂબા મુફ્તિએ ગઈકાલે ભાજપ પર ડીડીસી ચૂંટણીનાં પરિણામોમાં હેરાફેરી કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. આપને જણાવી દઇએ કે,અત્યાર સુધીમાં પીડીપીનાં ત્રણ નેતાઓની અટકાયત કરવામાં આવી છે.

Share Now