નાણાકીય સંકટમાં ફસાયેલા ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણીની વેચવા કઢાયેલી કંપની રિલાયન્સ કેપિટલની સંપત્તિ ખરીદવા માટે અત્યાર સુધીમાં 60થી વધુ કંપનીઓએ રસ દર્શાવ્યો છે.રિલાયન્સ કેપિટલની સંપત્તિ ખરીદવાની હરિફાઇમાં હવે એસબીઆઇ લાઇફ અને અપોલો પણ જોડાઇ છે.
ઉલ્લેખનિય છે કે, 1 ડિસેમ્બર એક્સપ્રેશન ઓફ ઇન્ટ્રેસ્ટ દાખલ કરવાની છેલ્લી તારીખ હતી.અલબત્ત ત્યારબાદ આ તારીખ લંબાવીને 17 ડિસેમ્બર કરવામાં આવી હતી.તેની માટે એસબીઆઇ કેપિટલ માર્કેટ અને જેએમ ફાઇનાન્સિયલને સલાહકાર તરીકે નિમણું કરાયા છે.આ બંનેને રિલાયન્સ કેપિટલને હસ્તગત કરવા સંબંધિત 60 અરજીઓ પ્રાપ્ત થઇ છે.
આ કંપનીઓમાંથી 8 કંપનીઓ એવી છે તેઓ રિલાયન્સ કેપિટલની તમામ સંપત્તિઓ ખરીદવા માટે ઉત્સુક દેખાઇ રહી છે.આ સંપત્તિ જ્યાં છે,જે સ્થિતિમાં છે તેને એવી જ રીતે ખરીદવામા આવશે.જેમાં ઓક્ટ્રી,જેસી ફ્લાવર અને તમામ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઓ પણ છે.
રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સની 100 ટકા હિસ્સેદારી રિલાયન્સ કેપિટલની પાસે છે.આ વીમા કંપનીને ખરીદવા માટે 18 કંપનીઓએ અરજી કરી છે.રિલાયન્સ સિક્યોરિટીઝ માટે 8 અરજીઓ મળી છે.તેમાં બેન કેપિટલ,રેલિગર બ્રોકિંગ,એડલવીસ સિક્યોરિટીઝ અને અન્ય રિકન્સ્ટ્રક્શન કંપનીઓ છે.રિલાયન્સ એસેટસ રિકન્સ્ટ્રક્શન કંપનીઓની માટે કુલ 6 અરજીઓ મળી છે.તેમાં બેન કેપિટલ,ઇન્ટરનેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની અને અન્ય છે.રિલાન્યસ હેલ્થની માટે 8 અરજી મળી છે.તેમાં બ્લેકસ્ટોન,બેન કેપિટલ,આર્પવુડ અને અન્ય એસેટ્સ મેનેજમેન્ટ કંપનીઓ છે.રિલાયન્સ કેપિટલની ICEX અને પેટીએમ ઇ-કોમર્સ બિઝનેસમાં પણ હિસ્સાદારી છે.તેને પણ ખરીદવા માટે ઘણી કંપનીઓએ અરજી કરી છે.