– કોરોના કાળમાં કરદાતાઓની સંખ્યા વધી : કુલ સંખ્યા 4 કરોડને આંબે તેવી આશા : સહજ ફોર્મ ભરનારની સંખ્યા પણ વધી
કોરોના મહામારીથી પ્રભાવિત ચાલુ નાણાકીય વર્ષમાં આઈટીરિટર્ન ભરનારની સંખ્યામાં વધારો નોંધાયો છે.ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું છે કે 21 ડિસેમ્બર સુધીમાં કુલ 3.75 કરોડ ઇન્કમટેક્સ પેયર્સે આઈટી રિટર્ન ભર્યું છે.જે ગત વર્ષની તુલનાએ 12 લાખ વધુ છે.અડધો અડધ કરદાતાઓએ સહજ ફોર્મ ભર્યું હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું છે.
આઈટી ડીપાર્ટમેન્ટનું કહેવું હતું કે ચાલુ નાણાકીય વર્ષ 2019-20 માટે રિટર્ન ભરવાની છેલ્લી તારીખને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે અંદાજ કરવામાં આવી રહ્યો છે કે ટેક્સ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં આઈટીરિટર્ન ફાઈલ કરનારની સંખ્યા ચાર કરોડથી વધુ થઈ શકે છે.
ઇન્કમટેક્સ વિભાગે સોશિયલ સાઈટ્સ ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવ્યું હતું કે,શું તમે જાણો છો કે વર્ષ 2020-21 માટે 21 ડિસેમ્બર સુધીમાં 3.75 કરોડ ટેક્સપેયર્સે રિર્ટન ફાઈલ કર્યું છે.જો તમે તમારું રિટર્ન હજુ ફાઈલ ન કર્યું હોય તો ઝડપથી ફાઈલ કરો. રિટર્ન ભરનાર કુલ ટેક્સ પેયર્સમાં 2.17 કરોડે આઈટીઆર-1 ફોર્મ ભર્યું છે.જ્યારે 79.82 લાખ લોકોએ અઈતિઆર-4. 43.18 લાખ લોકોએ આઈટીઆર-3 અને 26.56 લાખ ટેક્સપેયર્સે આરટીઆઈ-2 ફોર્મ ભર્યું છે.વ્યક્તિ ટેક્સપેયર્સે 2019-20ની રિર્ટન ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2020 છે.એવા ટેક્સપેયર્સ કે જેના ખાતાનું ઓડીટ થવાનું હોય તેમનાં માટે રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2021 છે.
સરકારે કોવીડ 19ની મહામારીની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આઈટીરિટર્ન ભરવાની ત્રણ વાર તારીખો આગળ લંબાવી હતી.જ્યારે દરેક વર્ષે 31 જુલાઈ સુધીમાં જ રિટર્ન ફાઈલ કરવાનાં રહે છે.આ વર્ષે કોરોનાના કારણે પહેલા 31 ઓક્ટોબર,પછી 31 ડિસેમ્બર સુધી આઈટી રિટર્ન ફાઈલ કરવાની છૂટ આપવામાં આવી. ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ 2018-19 માટે 31 ઓગસ્ટ સુધી રિટર્ન ફાઈલ કરવાની છૂટ આપવામાં આવી હતી અને તેના હેઠળ કુલ 5.65 કરોડ રિટર્ન ફાઈલ થયા હતાં.આ વર્ષે કુલ રિટર્નમાં અડધાથી વધુ ફોર્મ જ ભરાયા છે.