– ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં ચાલી રહેલા નેતૃત્વ પરિવર્તના વિવાદમાં ચેરમેનની ઓફિસમાં પોલીસ કામગીરીથી કલેક્ટરને આવેદન અપાઇ રહ્યા છે.સુરત કલેક્ટર આજે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોને આવેદનપત્ર આપીને પોલીસ કામગીરીની પ્રશંસા કરી છે. આ સાથે જ એસ.પી સ્વામીને મંદિરમાંથી હટાવવા માટેની માંગ કરવામાં આવી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે,આ વિવાદમાં પોલીસની પણ શંકાસ્પદ અને વિવાદિત ભુમિકા સામે આવી ચુકી છે.
સુરત : ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં ચાલી રહેલા નેતૃત્વ પરિવર્તના વિવાદમાં ચેરમેનની ઓફિસમાં પોલીસ કામગીરીથી કલેક્ટરને આવેદન અપાઇ રહ્યા છે.સુરત કલેક્ટર આજે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોને આવેદનપત્ર આપીને પોલીસ કામગીરીની પ્રશંસા કરી છે.આ સાથે જ એસ.પી સ્વામીને મંદિરમાંથી હટાવવા માટેની માંગ કરવામાં આવી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે,આ વિવાદમાં પોલીસની પણ શંકાસ્પદ અને વિવાદિત ભુમિકા સામે આવી ચુકી છે.
ગઢડામાં સ્વામિનારાયણ મંદિરમાં નેતૃત્વ પરિવર્તન અંગેનો વિવાદ ચાલી રહ્યો છે.જેમાં સ્વામીનારાયણ સંપ્રદાયનાં જ બે જુથ અને તેના મહંતો સામ સામે આવી ચુક્યા છે.આ દરમિયાન 6 ડિસેમ્બરે ડીવાયએસપી રાજદીપસિંહ નકુમે ચેરમેનની ખુરશીમાં બેસીને દાદાગીરી કરીને ગેરવર્તણુંક કરી હતી.જેનો સીસીટીવી સામે આવ્યા બાદ વિવાદ વધારે વકર્યો હતો.જેની સામે આજે કલેક્ટરને આવેદનપત્ર આપતા સામેના પક્ષે કહ્યું કે,પોલીસની યોગ્ય કામગીરીથી આવાર તત્વો પરેશાન થયા છે.
ગઢડાની ઘટનાના પડઘા સુરત સુધી પડ્યાં છે.મંગળવારે સુરત સ્વામિનારાયણ સંપ્રદાયનાં હરિભક્તો દ્વારા સુરત જિલ્લાનાં સેવાસદન પાસે કલેક્ટરને આવેદનપત્ર આપીને ડીવાયએસપી નકુલમી કામગીરીને બિરદાવવામાં આવી હતી.આ ઉપરાંત ગઢડાથી એસ.પી સ્વામિને હટાવો,મંદિર બચાવો જેવા બેનર સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું.હાલ તો આ ગજગ્રાહ પોતાની ચરમસીમાએ પહોંચી ચુક્યો છે.હાલ મુખ્યમંત્રી સુધી આ મુદ્દે રજુઆત કરવામાં આવી ચુકી છે.