સુરત : શહેરમાં આગ લાગવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે અડાજણ વિસ્તારમાં આનંદ મહેલ રોડ પર બેંક ઓફ ઈન્ડિયા બહાર પાર્ક થયેલી કારમાં અચાનક આગ લાગી જાય છે.કારમાં આગ લાગતાં આસપાસમાં ડરનો માહોલ છવાઈ જાય છે.કારમાં લાગેલી આગ અંગે સ્થાનિકો દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવે છે.ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને કિયા કંપનીની કારના બોનેટમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લીધો છે.પ્રાથમિક તબક્કે કારમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.કારના માલિકે કહ્યું કે, તેઓ ઝેરોક્ષ કરાવવા કાર પાર્ક કરીને ગયા હોય છે. ફરી કારમાં બેસીને સ્ટાર્ટ કરતાં કારમાં પેટ્રોલ ન હોવાનું ધ્યાને આવતાં ઘરે ગયા અને પાછળથી કારમાં આગ લાગી હોય છે. કાર એક વર્ષ અને બે મહિના જૂની હોવાથી કિયા કંપની વાળા કાર લઈ ગયા છે.
સ્થાનિકોમાં ભય ફેલાયો
——————–
શહેરના આનંદ મહેલ રોડ પર બેંક ઓફ ઈન્ડિયાની સામે જ મંગળવારે સાંજે 5વાગ્યાને 56 મિનિટે કિયા કંપનીની ઉભેલી કારમાં આગ લાગી ગઈ હતી. જીજે 05 આરએચ 9512 નંબરની કારમાં આગ લાગતા નાસભાગ મચવા પામી હતી.જો કે ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો.