વલસાડ : 31 ડિસેમ્બરને લઇને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.જે દરમિયાન વલસાડથી સુરત તરફ જતાં માર્ગ પર સરોન સાંઇ દર્શન હોટલ પાસે પોલીસે એક શંકાસ્પદ કારને રોકી હતી.જેમાં તલાસી લેતા છોટાઉદેપુરના બે શખ્સ 30 નંગ વિદેશી દારૂ સાથે ઝડપાયા હતા.પોલીસે કુલ 4.42 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ રૂલર પોલીસ સ્ટેશનના પીએસઆઇ રાઠોડ તેમજ પોલીસના સ્ટેશનના જવાનોને બાતમી મળી હતી.તેના આધારે વલસાડથી સુરત તરફ સરોન સાંઈ દર્શન હોટલ પાસે વોચ ગોઠવી રહ્યા હતા.તે દરમિયાન મારુતિ સુઝુકી કાર નંબર Gj.16.cb.4799 ને અટકાવતા વિદેશી દારૂ મળી આવ્યો હતો.પોલીસે મેઘા રામ અંબાજી મારવાડી તેમજ સલીમ હારુંન મેમણને વિદેશી દારૂનો બોટલ 30 કિંમત રૂપિયા 27200, મોબાઈલ ગાડી મળી કુલ 4.42 લાખ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.વધુ તપાસ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન કરી રહી છે.પોલીસ વધુ તપાસ કરતાં મૂળ છોટાઉદેપુરના વેપાર ધંધા સાથે સંકળાયેલ બે વ્યક્તિઓ દમણ ખાતે દારૂ પીવા આવેલ અને જતા જતા થર્ટી ફસ્ટ નજીક આવવાના કારણે મોજ માણવા માટે દારૂ લઈ જઈ રહ્યા હતા.