
દાનહમાં શુક્રવારે કોરોના પોઝિટિવનો નવો 01 કેસ નોંધાતા આંકડો 1627 પર પહોંચ્યો છે જેમાંથી 05 કેસ સક્રિય છે અને 1632કેસો રીકવર થઇ ગયા છે.અને એકનું મોત થયેલ છે. પ્રદેશમાં 281 સેમ્પલો લેવામાં આવ્યા હતાં જેમાંથી 01 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
જેને લઇ પ્રમુખ ગાર્ડન,કિલવણી નાકા,સેલવાસ કંટાઈમેન્ટ ઝોન નક્કી કરાયો છે. ત્યારે દમણમાં શુક્રવારે કોરોનાનો એક કેસ પોઝિટિવ આવ્યો હતો.જેથી હાલ દમણમાં કોરોનાના કુલ 4 એકટિવ કેસ છે. તો સંક્રમણને અટકાવવા કેટલાક વિસ્તાર કન્ટેઇન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે.