– અમદાવાદથી વાપી તરફ ટ્રકમાં લઇ જવાતો હતો, પોલીસે 26.56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
અંકલેશ્વર : અંકલેશ્વરના ખરોડ ચાચા હોટલ પાસે 16.55 લાખ રૂપિયાનો બિન અધિકૃત ગુટકાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.ભરૂચ એલસીબી પોલીસ ની ટીમે માહિતી વોચ ગોઠવી હતી.અને માહિતી આધારે ટ્રક આવતા તેને અટકવી સર્ચ કરતા બિન અધિકૃત ગુટખાનો જથ્થો મળી આવ્યો હતો.જે અમદાવાદ થી વાપી તરફ ટ્રકમાં લઇ જવાતો હતો. પોલીસે ટ્રક ચાલક પાસે જરૂરી આધારપુરાવા માગતા ટ્રક ચાલક કોઈજ પુરાવા રજુ ના કરતા અંતે પોલીસે 41 (1) ડી મુજબ ટ્રક ડિટેન કરી પોલીસે ગુટખા સહીત 26.56 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
બનાવની વિગતો અનુસાર ભરૂચ એલસીબીના પી.એસ.આઈ. પી.એસ.બરંડા અને પી.એસ.આઈ. વાય.જી. ગઢવી તેમજ સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિગમાં હતા તે દરમિયાન ચોક્સસ બાતમી મળી હતી કે અમદાવાદ થી વાપી તરફ એક ટ્રકમાં બિન અધિકૃત રીતે ગુટખા લઇ જવા માં આવી રહ્યો છે.જે આધારે પોલીસે નેશનલ હાઇવે નંબર 48 પર ખરોડ ચોકડી પર આવેલ ચાચા હોટલ પાસે વોચ ગોઠવી હતી.જે દરમિયાન માહિતી આધારે ના નંબર અંધારી ટ્રક આવતા પોલીસે તેને અટકવી હતી અને ટ્રકમાં સર્ચ કરતા અંદર થી ગુટખાનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો.પોલીસે આ ગુટખાના જથ્થા અંગે ટ્રક ચાલક શિવાજી સંભાજી પાંડે પાસે જરૂરી બિલ તેમજ ચલણ માંગતા ટ્રક ચાલાક ગલ્લા ટલ્લા કરવા લાગ્યો હતો.
અને જરૂરી પુરાવા રજુ ના કરતા અને પોલીસે ગુટખા ના 23652 જેટલા પાઉચ કિંમત રૂપિયા 16.55 લાખ ઉપરાંતનો ગુટખાનો જથ્થો તેમજ ટ્રક કિંમત રૂપિયા 10 લાખ મળી કુલ 26.56 લાખ ઉપરાંતનો મુદ્દામાલ 41 (1) ડી મુજબ જપ્ત કર્યો હતો તેમજ ચાલક શિવાજી પાંડે ની સી.આર.પી.સી. 102 મુજબ અટક કરી તેની વધુ પૂછપરછ આરંભી હતી અને અમદાવાદ થી કોને ત્યાં થી આ ગુટખાનો જથ્થો લાવ્યા હતા અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે પૂછપરછ આરંભી હતી અને આ અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતા તાલુકા પોલીસે ગુનો નોંધ્યો હતો.


