– નર્મદા જિલ્લાના ગરુડેશ્વરના કિસાન કલ્યાણ કાર્યક્રમમાં મનસુખ વસાવાએ હાજરી આપી
નર્મદા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર APMC ખાતે પી એમ કિસાન નિધિ સંદર્ભે સુશાસન દિવસ ઉજવણી નિમિતે કિસાન કલ્યાણ કાર્યકમ્ યોજવામાં આવ્યા હતો જેમાં ભરૂચના સંસદ મનસુખ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તેઓએ જિલ્લાના અનેક ગામોમાં હજુ સિંચાઈ નું પાણી નથી મળતું જે અંગે ચિંતા વ્યક્ત કરી તેમજ સારી નોકરી મેળવવા ઉચ્ચ શિક્ષણ મેળવવું જોઈએની વાત કરી હતી.કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસવા સાથે ડીડીઓ જીન્સી વિલિયમ્સ સહીત આગેવાનો હાજર રહ્યા હતા.ખેડૂતો ને સહાય કીટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લામાં સિંચાઈ બાબતે સાંસદ મનસુખ વસાવા એ જણાવ્યું હતું કે આ વિસ્તારના ખેડૂતોની માંગ રહે છે પાણી નથી મળતું નર્મદા કિનારે આવેલા જેતપુર વઘરાલી સુધી 15 થી 20 ગામો છે તેમણે સિંચાઈ નું પાણી નથી મળતું તો મળે પાણી મળે એના માટે પણ ઘણી રજુઆત ખેડૂત સંગઠન અને આગેવાનોની સતત રજૂઆત થાય છે ત્યારે પણ સરકારના રાજ્ય ભારત સરકાર સમક્ષ રજૂઆત કરી છે જિલ્લામાં અનેક ગામો હજુ સિંચાઇથી વંચિત રહ્યા છે.તેમને નર્મદા યોજના કે કરજણ યોજનાનું પાણી આપવું જોઈ એ ઉપરાંત એવા ખેડૂતોને ખર્ચ તેમને પ્રધાનમંત્રી સિંચાઈ યોજના હેઠળ સિંચાઈ માટે પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તે અંગે મેં અનેક વાર રજુઆત કરી છે.
જોકે આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ નો વ્યાપ વધે,રોજગારી મળે અંગ્રેજી ગણિત વિષયો તેમજ ટેક્નોલોજીનું શિક્ષણ આપવું પડે આપણા બાળકોને સારું અને ગુણવત્તા સભર શિક્ષણ આપવું જરૂરી છે ટેકનોલોજી વાળો શિક્ષણ આપવું જરૂર છે અને ગણિત વિજ્ઞાન નું પણ શિક્ષણ આપવું જોઈએ એવું કહ્યું હતું.


