મુંબઈ : સેબી (સિક્યોરિટી એક્સચેંજ બોર્ડ ઓફ ઇંડિયા)એ એનડીટીવી પ્રણવ રોય,રાધિકા રોય અને અન્યોને આશરે 27 કરોડ રૂપિયાની પેનલ્ટી લગાવી છે.આ દંડ નિયમોનો ભંગ કરવા બદલ લાદવામાં આવ્યો હોવાનો દાવો સેબીએ કર્યો છે.બીજી તરફ સેબીના આ આદેશની સામે એનડીટીવીના પ્રણવ રોય સહિતના અપીલ કરશે.સેબીએ કંપની પર નિયમોના ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે.સેબીનું કહેવું છે કે લોન કરારોમાં કેટલીક એવી જોગવાઇ છે કે જેની અસર એનડીટીવી શેરધારકો પર પ્રતિકુળ પ્રભાવ પાડી રહી છે.
એનડીટીવીએ શેર બજારોને મોકલેલી સુચનામાં કહ્યું છે કે એનડીટીવીના સંસ્થાપકો પ્રણવ રોય,રાિધકા રોય અને કંપની સાથે સંકળાયેલ આરઆરપીઆર હોલ્ડિંગ્સ પ્રા. લિ.એ વારંવાર કહ્યું છે કે તેઓએ કોઇ પણ પ્રકારની લેતીદેતી આૃથવા સમજૂતી દ્વારા પ્રત્યક્ષ આૃથવા અપ્રત્યક્ષ રૂપે એનડીટીવીનું નિયંત્રણ હસ્તાંતરિત કરવાની અનુમતી નથી આપી.આપવામાં આવેલી સુચનામાં જણાવ્યું છે કે તેઓ એનડીટીવીની ચુકતા શેર મૂડીમાં હાલ પણ 61.45 ટકા હિસ્સેદારીના ધારક છે.
સેબીના આદેશને ધ્યાનમાં રાખીને એનડીટીવીએ સાથે એમ પણ કહ્યું છે કે અમે આ સમગ્ર મામલે ટૂંક સમયમાં અપીલ કરીશું.સેબીનો આદેશ કંપનીના સંસ્થાપકો અને પ્રવર્તક કંપની સમૂહ દ્વારા 2008-2010 દરમિયાન વિશ્વપ્રધાન કમર્શિયલ પ્રા. લિ. અને આઇસીઆઇસીઆઇ બેંકની સાથે કરવામાં આવેલા લોન સમજૂતી વિશે કિથત રૂપે ખુલાસો નથી કરવામાં આવ્યો તેના પર આધારીત છે.
આ પહેલા સેબીએ પ્રણવ રોય, રાિધકા રોય પર બે વર્ષ માટે શેર બજારમાં કારોબાર કરવા પર રોક પણ લગાવી દેવાઇ હતી.જેને પગલે શેર બજારમાં કોઇ પણ પ્રકારની કામગીરી આ પ્રતિબંધ દરમિયાન નહીં કરી શકાય.તેમના પર 16.97 કરોડ રૂપિયાનો ગેરકાયદે લાભ લેવાનો આરોપ છે.