એસજીએસટી દ્વારા રૂપિયા 83 કરોડના બોગસ બિલિંગમાં આરોપી સંજય દૂધવાલાની ધરપકડ કરાયા બાદ હવે આ કેસમાં વધુ ધરપકડ થાય એવી સંભાવના દેખાઈ રહી છે.અધિકારીઓએ આ કેસને સંલગ્ન અન્યોને ઘેરવા માટે 12 જેટલાં સમન્સ ઇશ્યુ કર્યા છે.આરોપી સંજય દૂધવાલાએ જુદી જુદી વ્યક્તિઓ અને મળતીયાઓને આર્થિક લાલચ આપીને તેમની પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ મેળવી ફર્મ ઊભી કરી હતી.
આરોપીઓ અનેક બેન્ક ખાતા પણ ખોલાવ્યા હતા.તપાસ દરમિયાન ધંધાના જે સ્થળ બતાવાા હતા તે બંધ હતા.આરોપીએ મે.વિહાના ટ્રેડિંગ,શ્રી રામ કોર્પોરેશન,યશ કોર્પોરેશન,આયુશી એન્ટરપ્રાઇઝ અને નંદા સેલ્સના નામે ફર્મ ખોલી હતી.આરોપીને ત્યાં ગત જુન, 2019ના રોજ દરોડા પડાયા એસજીએસટીએ આરોપીને જેલમાં રજૂ કર્યો હતો.દમરિયાન આ કેસમાં આગળની તપાસ અધિકારીઓ કરી રહ્યા છે અને આ કેસમાં જે રૂપિયા 12 કરોડની વેરાશાખ લેવાઈ છે તે પરત મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે.
ITC મેળવનારા ભેરવાશે
દુધવાલાના કેસમાં જ વેપારીઓએ ખોટી રીતે આઇટીસી મેળવી છે તે આગામી સમયમાં ભેરવાઈ શકે છે.અધિકારીઓએ હાલ સમન્સની બજવણી શરૂ કરી છે.જેથી કૌભાંડીઓમાં ફફડાટ છે.