– ઈ-કોમર્સ રેગ્યુલેટરીની માગણી GSTના ફેરફાર સામે નારાજગી
સુરત : કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(કૈટ) દ્વારા કેન્દ્રીય નાણામંત્રીને વિવિધ મુદ્દે રજૂઆતો કરી છે.ચેમ્બર ખાતે કૈટના નેશનલ સેક્રેટરી પ્રવિણ ખંડેલવાલે યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે,સરકારે મોટા ઉપાડે રૂ.20 લાખ કરોડનું પેકેજ તો જાહેર કરી દીધું પરંતુ તે પૈકી એકેય રૂપિયો રિટેઈલર્સ વેપારીઓના ફાળે આવ્યો નથી.રિટેઈલર્સને કોરોનાની સ્થિતિ પછી અને હાલના ખેડૂત આંદોલનના કારણે થઈ રહેલા નુકસાન સામે સમીક્ષા,ઈ-કોમર્સ રેગ્યુલેટરીની માંગ અને જીએસટીના કાયદાઓમાં થયેલા ફેરફાર સામે નારાજગી વ્યક્ત કરાઈ છે.કૈટે સરકારને હાલ 3 મુદ્દે નિરાકરણ આપવા માટે પત્ર લખ્યો છે,જેમાં ખેડૂત આંદોલનનો લાભ વચેટિયાઓને થઈ રહ્યો હોવાના નિવેદન સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.
શનિવારે શહેરમાં હાજર રહેલા કૈટના નેશનલ સેક્રેટર પ્રવિણ ખંડેલવાલ જણાવે છે કે,સપ્ટેમ્બર 2019 પછી જીએસટીના કાયદામાં આવેલા ફેરફારથી વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે.જેમાં 86(બી)ની જોગવાઈ પ્રમાણે, મંથલી રૂ.50 લાખથી વધુનો વેપાર ધરાવનારે સરકારે 1 ટકા ચૂકવણું કરવાનું રહેશે,જેના કારણે વેપારી વર્ગને મળનારી ક્રેડિટનો સીધો એક ટકા ભાગ સરકારને આપવો પડશે.વધુમાં અધિકારી ઇચ્છે ત્યારે વેપારીનો જીએસટી નંબર રદ્દ કરી શકે છે.વેપારીને શો-કોઝ નોટિસ આપીને સ્પષ્ટતાં પણ પુછવામાં નહીં આવે,જ્યારે સરકાર કસાબ માટે રાત્રે કોર્ટ ખોલી શકે છે. તો વેપારીઓને પ્રાકૃતિક ન્યાયરૂપે સ્પષ્ટતાં કેમ નથી કરવા દેવાતી.


