ગાંધીનગર : ગુજરાત સરકારના બોર્ડ,નિગમો સહિતના જાહેર સહાસો,શહેરી વિકાસ સહિત તમામ સત્તામંડળો,સરકારી કચેરીઓ,ટ્રસ્ટ અને મિશન સહિતની સંસ્થાઓમાં ઓડિટ વિષયક સેવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ- CA નિમણૂંક થાય છે.નાણાં વિભાગે ઉક્ત સંસ્થાઓમાં ઓડિટરની ગેરવર્તણૂંક,ગંભીર અને ગુનાહિત બેદરકારી દાખવતા CA ફર્મ સામે ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા- ICAIમાં રજૂઆત કરીને તેની નોંધણી રદ કરવા સુધીના આદેશો કર્યા છે.
કૌભાંડો અને ભ્રષ્ટાચાર માટે બહુર્ચિચત ગુજરાત જમીન વિકાસ નિગમ- GLDCમાં ભૂતિયા વિદ્યાર્થીઓના નામે સહાયકાંડમાં લાંચ રૂશ્વત વિરોધી દળ – ACBની તપાસ ચાલુ છે. GLDCના કૌભાંડોમાં સામેલ અધિકારીઓ,પ્રાઈવેટ એજન્સીઓ અને ઓડિટરોની ભૂમિકા સંદર્ભે ACB ચીફ કેશવકુમારે સરકારને પત્ર લખ્યા બાદ રાજ્યના નાણાં વિભાગે તાજેતરમાં ઉપરોક્ત આદેશો કર્યા છે.જેમાં સરકારી સંસ્થાઓમાં ગેરરીતિઓ,નાણાંકિય ગોટાળાઓને ઢાંકતા CA સામે આકરા એક્શન લેવાશે તેમ સ્પષ્ટ કરવામાં આવ્યુ છે.
જાહેર સહાસ બ્યુરોનો કારભાર સંભાળતા નાયબ સચિવ સપના રણાની સહિથી પ્રસિધ્ધ નાણાં વિભાગના પરિપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકારની તમામ સંસ્થાઓમાં ઓડિટની કામગીરી માટે શરતો અને સ્કોપ ઓફ વર્ક પ્રમાણે જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની નિયુક્તિ કરવી.
આ રીતે નિમણૂંક પામતા CAની ગુણવત્તા,નિષ્કાળજી,માહિતીને છુપાવવા કે ખોટી રીતે રજૂ કરતા નથી ને ? સંસ્થાઓના વડા,બોર્ડ દ્વારા તેની ખાસ ચકાસણી અને ખાતરી કરવાની રહેશે.અધિકારીઓ સાથે ગોઠવણ પાડનારા CA સામે FIR થશે