સોનગઢ : સોનગઢ નજીક આવેલ મહારાષ્ટ્રના લકકડકોટ ખાતે દારૂ પીધા પછી ગામમાં પ્રવેશતા છ જેટલા પીધેલાઓ સામે સોનગઢ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. સોનગઢની સરહદ નજીક મહારાષ્ટ્રનું લકકડકોટ ગામ દારૂના શોખીનો માટે અજાણ્યું નથી.અહીં સુરત અને તાપી જિલ્લાના ગામોંથી દારૂના બંધાણીઓની અવરજવર રહે છે.હાલમાં 31 ફર્સ્ટનો દિવસ નજીક આવતો જાય છે તેમ પોલીસ વિભાગ પણ લકકડકોટથી દારૂ પીધા બાદ પરત આવતા લોકો સામે પગલાં ભરવાની શરૂઆત કરી દીધી છે.છેલ્લા એકાદ સપ્તાહથી દરરોજ અંદાજીત છ થી સાત લોકો સામે દારૂબંધીના ભંગ બદલ ગુનાઓ નોંધવામાં આવી રહ્યા છે. મોટે ભાગના કેસમાં મોટર વેહિકલ એક્ટ પ્રમાણે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.નગરમાં લકકડકોટ રોડ પર આવેલ મંદિર પાસે અને પરોઠા હાઉસ પાસે પોલીસે ડેરા નાંખી દીધા છે ત્યારે લકકડકોટ તરફ આવતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.