હવે વિજળી સુધારણા બિલ પાછું ખેંચવા ખેડૂતોની માંગ

278

નવી દિલ્હી તા. ૩૦ : સરકાર સાથે આજે થનારી બેઠક પહેલા ખેડૂતોએ વધુ એક માંગ રાખી દીધી છે.હવે ખેડૂતોનું કહેવું છે કે સરકાર વીજળી સુધાર બીલને પણ પાછું ખેંચે જ્યારે અગાઉ આ બિલ માટે ખેડૂત સંગઠનો જરૂરી ફેરફારો કરવા અંગે સહમત હતા.અત્યાર સુધીમાં વિજળી સુધાર બીલ ખૂબ જ મોટો મુદ્દો નહોતો કારણ કે કેન્દ્ર સરકાર તેમાં બદલાવો માટે સંપૂર્ણ તૈયાર હતી.પરંતુ હવે આ બિલને આ બિલને પાછા ખેંચવાની માંગ ગતિરોધ ખત્મ કરવાની પ્રક્રિયાને મુશ્કેલ બનાવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ એ જણાવામાં આવ્યું છે કે ૪૦ કિસાન સંગઠનો દ્વારા સરકારના સાતમાં દોરની વાર્તાના આમંત્રણને સ્વીકાર કરવા માટે લખવામાં આવેલા પત્રમાં વીજળી બિલ અંગે તેનું વલણ એક ભૂલના કારણે હતું.ખેડૂતોની નવી માંગથી કૃષિ મંત્રાલયના અધિકારી આશ્ચર્યમાં છે.તેઓનું માનવું છે કે આ વિરોધનું સમાધાન શોધવું વધુ મુશ્કેલ બનશે.જો આજની બેઠકથી ઉકેલ નહિ આવે તો કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો ટસના મસ થવા તૈયાર નથી.

Share Now