– અતિક્રમણ કરાયું નથી : ઇ. સરપંચ
સોળસુંબા પંચાયત હદ વિસ્તારને અડીને આવેલા મહારાષ્ટ્રના વેવજીમા સ્ટ્રીટલાઈટ નાંખતા જમીન અતિક્રમણ કર્યાના આક્ષેપ સહિત હદ વિવાદ સર્જાયો છે.ઉમરગામના સોળસુંબા પંચાયતના સરપંચ અમિત પટેલે મંગળવારે પંચાયત કચેરીમાં પત્રકારોને જાણકારી આપી હતી કે,ગુજરાત રાજ્યની હદનું સોળસુંબા અને અડીને મહારાષ્ટ્રના વેવજી ગામ વચ્ચે 3 કિલોમીટરનો વિસ્તાર એક બીજાના હદને અડીને છે.આ વિવાદ વકરવાનું મુખ્ય કારણ સોળસુંબાથી વેવજી-તલાસરી જતા માર્ગ ઉપર સોળસુંબા પંચાયત દ્વારા જે સ્ટ્રીટલાઇટો નાખવામાં આવી છે.તે સોળસુંબાની હદમાં નાખવામાં આવી છે.
જેમાં આશરે 40 મીટરનો વિસ્તાર મહારાષ્ટ્રના વેવજી પંચાયતની હદમાં આવતો હોવાથી વેવજી ગ્રામ પંચાયતની મંજૂરીથી સોળસુંબા પંચાયતે વીજ પોલો નાંખીને એના ઉપર 4થી5 સ્ટ્રીટલાઇટના પોલ લગાવ્યા છે.આ કાર્ય આ પ્રજા હિતનું કાર્ય થયું છે.તેમ છતા પણ પ્રજા હિતનું કાર્ય હદ વિસ્તારને લઈ વિવાદ સર્જાતા હકીકત અર્થે ખુલાસો આપવો પડ્યો હતો.
આ બાબતે અમો જિલ્લા કલેકટર અને ઉમરગામના મામતલેદારને લેખિતમાં જાણ કરી તેમના થકી વધુ માર્ગદર્શન મેળવી આગળની કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.જોકે, ગુજરાતની હદમાંથી મહારાષ્ટ્રની હદમાં વીજ પોલ નાખવા મુદ્દે સોળસુંબા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા વિકાસ અધિકારી કે અન્ય ઉચ્ચ અધિકારીઓની મંજૂરી લીધી હતી કે કેમ તે અંગે લોકોમાં અનેક સવાલ ઉઠી રહ્યા છે.