માસ્કના દંડ બાબતે પોલીસે વડોદરાના કોંગ્રેસના પૂર્વ સાંસદને લાફો મારી દીધો

430

વડોદરાના કોંગ્રેસના પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડે PSI પર થપ્પડ મારવાનો આક્ષેપ કર્યો છે.માસ્કના દંડ બાબતે થયેલી તકરારમાં PSIએ થપ્પડ મારી હોવાનો આક્ષેપ લગાવ્યો છે.નવાપુરા પોલીસ સ્ટેશનમાં PSI ડી.એસ. પટેલ પર આ આક્ષેપ કરવામાં આવ્યા છે.સાસંદે પોલીસે લાફો માર્યા બાદ પોલીસ ઘરે આવીને ધમકી આપી હોવાના પણ આક્ષેપ કર્યા છે.આ કેસમાં સમગ્ર મામલે પૂર્વ સાંસદે વડોદરાના પોલીસ કમિશનર સહિતના અધિકારીઓને રજૂઆત કરીને લાફો મારનાર PSI સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.

વડોદરાના કોંગ્રેસના પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજે જે રીતે મારા પર પોલીસે હુમલો કર્યો છે.તે પ્રકારે મને એવું લાગે છે કે,પોલીસ માનસિક રીતે બીમાર છે.કોરોનાની ઓવર ફરજના કારણે મેન્ટલી હેરેસ છે. PSI પટેલનું વર્તન મે મહિનાથી ખૂબ જ હાઈ થઇ ગયું છે. આજે જે રીતે તેઓ મને ઓળખે છે અને જાણે છે છતાં પોલીસ બીભત્સ ગાળો આપીને મને માર મારે તો મને લાગે છે કે,આવા પોલીસકર્મીને રજા પર ઉતારીને તેમનું મેન્ટલ કાઉન્સેલિંગ કરવું જોઈએ.

આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે,નાવાપુરા પોલીસ સ્ટેશનની ટીમ માસ્ક બાબતેની કામગીરી કરી રહી હતી.તે સમયે એક બહેન પોતાના ડ્રાઈવર સાથે કારમાંથી પસાર થતા હતા અને તેમને માસ્ક પહેર્યું ન હતું.એ બાબતે પોલીસે તેમને સમજાવીને દંડની પાવતી બનાવવાની કાર્યવાહી કરી હતી.તે દરમિયાન બહેને માજી સાંસદને બોલાવ્યા હતા.માજી સાંસદે આવીને કહ્યું કે,મારા સંબંધી છે અને તેમનો દંડ હું ભરી દઈશ તેવું જણાવ્યું હતું.એટલે પોલીસે બહેનને જવા દિધા.ત્યારબાદ પૂર્વ સાંસદે કારમાંથી પૈસા આપું અને ઘરેથી પૈસા આપું તેવું કહ્યું હતું. છેલ્લે પૂર્વ સાંસદે માસ્કના દંડની રકમ બાબતે આનાકાની કરી હતી.ત્યારબાદ પોલીસ સાથે બોલાચાલી અને ઝાપઝપી થઈ છે.તેથી આ બાબતે પોલીસ ડાયરીમાં નોંધ કરવામાં આવી છે.હું ગુજરાત પોલીસ વતી ઈન્ટરવ્યું આપું છું.હું કહું છું કે,પોલીસ સાથે ગાળાગાળી અને ઝપાઝપી થઇ છે.પોલીસ સાંસદના ઘરની બહાર ઉભી હતી. આ ઘટનામાં ઝપાઝપી અને બોલાચાલીની શરૂઆત પોલીસે કરી નથી.

Share Now