વાપી GIDCમાં આવેલી ફાર્મા કંપનીમાં આગ લાગી હોવાના અહેવાલ છે.આગ બાદ એક પછી એક બ્લાસ્ટ થતાં અફડાતફડીનો માહોલ છવાયો છે.આગ વિકરાળ હોવાનું માનવામાં આવી રહ્યું છે. 8થી વધુ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે છે.આગ બા બ્લાસ્ટ થતાં આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે.દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યાં છે.આ ઘટનામાં બે કામદારો ધાયલ થયા હોવાના અહેવાલ છે અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.મોડી રાત્રે કંપની ફરી બ્લાસ્ટ થયો હતો અને આગ ભભૂકી ઉઠી હતી.સુરક્ષાના ભાગરૂપે સ્થાનિકોને ત્યાંથી સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યાં છે.
વાપી થર્ડ ફેસ સ્થિત વાયટલ કંપનીના પહેલા માળે રવિવારે સાંજે ટાંકીમાં બ્લાસ્ટ થતાં કામદારો કંપનીથી બહાર ભાગ્યા હતા.બ્લાસ્ટથી કંપનીમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે ફાયરની 30થી વધુ ગાડી કામે લાગી હતી.વાયટલ લેબોરેટરીના યુનિટ 1 ના પહેલા માળે મૂકેલા સોલ્વન્ટમાં રવિવારે સાંજે 4.30 કલાકે ધડાકા થતા થોડી જ વારમાં આખી કંપની આગની ચપેટમાં આવી હતી.વાપી જીઆઇડીસી સહિત ટાઉન,સરીગામ,સેલવાસ અને દમણના ફાયર ફાઇટરો ઘટનાસ્થળો દોડી આવ્યા હતા.પહેલા માળે લાગેલી આગ થોડી જ વારમાં બીજા અને ત્રીજા માળે પહોંચી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યો હતો
ઘટનાને લઇ આજુબાજુની કંપનીના કામદારો ગભરાઇને કામ છોડીને ભાગ્યા હતા.કંપનીમાં સતત બ્લાસ્ટ થતા ફાયરના કર્મીઓને આગ ઉપર કાબૂ મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.કંપનીના અધિકારીઓ સાથે ફોન ઉપર સંપર્ક કરતા કોઇ જવાબ આપ્યો ન હતો. ફાયર વિભાગે જણાવ્યું હતું કે,મેજર ફાયર હોવાથી આગ કાબૂમાં ન આવે ત્યાં સુધી તે જાણી શકાય તેમ નથી.પોલીસે કંપનીને ચારેય બાજુથી કોર્ડન કરી લોકોને અટકાવી દીધો હતો.
2 કામદારો દાઝતા મુંબઇ ખસેડાયાની ચર્ચા
આગમાં કંપનીના બે કર્મચારીઓ દાઝી જતા મુંબઇની હોસ્પિટલમાં ખસેડાયા હોવાની માહિતી મળી છે.જોકે કંપની તરફથી કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી.વાપીની કંપનીઓ ઘટના છૂપાવવા કામદારોને મુંબઇ- સુરત મોકલી દેતી હોય છે.એફએસએલ અને પોલીસ તપાસ બાદ આખી ઘટના બહાર આવશે.
બ્લાસ્ટથી સિલિન્ડર હવામાં ફંગોળાઇ ઘરની દીવાલ પર પડ્યું
કંપનીમાં સોલ્વન્ટમાં બ્લાસ્ટ થયા બાદ અંદર મૂકેલા ગેસ સિલિન્ડર તેમજ કેમિકલ ભરેલા ડ્રમો ફાટતા આજુબાજુના વિસ્તારોમાં તેના ટૂકડા પડ્યા હતા.કંપનીથી 100 મીટરની દૂરી પર આવેલ એક ઘરના દીવાલ ઉપર સિલિન્ડરનો એક ટૂકડો પડતા સ્થાનિકોમાં દોડધામ મચી જવા પામી હતી.જોકે સદનસીબે તેમાં જાનહાનિ કે ઇજા કોઇને પહોંચી ન હતી.
ફાયર ઓફિસર નથી
જિલ્લામાં એક પણ ઓથોરાઇઝ્ડ ફાયર ઓફિસર નથી. જેથી કંપનીઓએ એનઓસી લીધી છે કે નહી તે ખબર પડતી નથી.
હમ નહીં સુધરેંગે
– 30થી વધુ ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવવા મથામણ
– કંપનીને ચારેતરફથી કોર્ડન કરાઈ આજુબાજુના ગામોમાં દહેશત