ન્યુ દિલ્હી,તા.૨૫
દિલ્હીમાં ભડકી ઉઠેલી હિંસાની નિંદા કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદંબરમે મોદી સરકારને જવાબદાર ઠેરવી છે. મંગળવારે ચિદંબરમે કહ્યું કે દેશની જનતા અસંવેદનશીલ નેતાઓને સત્તામાં લાવવાની કિંમત ચૂકવી રહી છે. તેમણે સીએએને તાત્કાલિક ધોરણે નાબૂદ કરવાની માંગ કરતા કહ્યું કે સરકારે આ મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઇએ અને ત્યાં સુધી સીએએના અમલ પર રોક લગાવી દેવી જોઇએ તથા વિરોધ પ્રદર્શનકારીઓની વાત સાંભળી ઉકેલ લાવવા પ્રયત્ન કરવા જોઇએ.
ચિદંબરમ મુજબ ભારતમાં નાગરિકતા કાયદો ૧૯૫૫ લાગૂ હતો અને એમાં કોઇ સુધારા કરવાની જરુર પડી નથી, તો હાલમાં એમા સુધારા કેમ કરવામાં આવ્યા? સુધારા સાથેના નવા કાયદાને તાત્કાલિક રદ કરી દેવો જોઇએ.
દિલ્હીની હિંસા મુદ્દે ટ્વિટ કરતા કોંગ્રેસ નેતાઓ કહ્યું કે સરકારે વિરોધ કરનારાઓની વાત સાંભળવી જોઇએ અને જાહેરાત કરવી જોઇએ કે કાયદાના અમલને સુપ્રીમ કોર્ટના નિર્ણય સુધી સ્થગિત કરવામાં આવે છે. કોંગ્રેસે આ મુદ્દે ચેતવ્યા હતા કે સીએએ ભાગલાનીતિ વાળો કાયદો છે, તેને રદ કરી દેવો જોઇએ અથવા છોડી દેવો જોઇએ. પરંતુ અમારી ચેતવણીની અવગણના કરવામાં આવી.
પ્રજા અસંવેદનશીલ-દિશાહીન નેતાઓને સત્તામાં લાવવાની સજા ભોગવી રહી છે : ચિદંબરમ

Leave a Comment