ટ્રમ્પનો ઘટસ્ફોટ : જો હું ફરી જીતી ના શક્યો તો વૈશ્વિક શેરબજારોમાં જબરજસ્ત ગાબડા પડશે

295

ન્યુ દિલ્હી,તા.૨૫
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે અત્રે નવી દિલ્હી ખાતે ભારતના ઉદ્યોગપતિઓ અને કંપનીઓના સીઇઓ સાથે યોજાયેલી મુલાકાતમાં તેમને અમેરિકામાં મૂડીરોકાણ માટે આવકાર્યા હતા અને એમ પણ ઇશારો કર્યો હતો કે અમેરિકામાં યોજાનાર પ્રમુખપદની ચૂંટણીમાં જો હું ફરી વખત ચૂંટણી જીતીશ તો મને લાગે છે કે શેર બજાર રોકેટની માફક ઉછળશે. હવે ટૂંક સમયમાં ચૂંટણી આવી રહી છે. અમને લાગે છે કે અમે ચૂંટણી જીતી જશું, કારણ કે અમે હેલ્થકેર, જોબ્સ અને લશ્કર જેવા ક્ષેત્રમાં ઘણુબધુ કામ કર્યું છે. અમે ટેક્સના દરમાં ઘટાડો કર્યો છે, નિયમનકારી સ્થિતિ ઓછી કરી છે. જ્યાં સુધી નોકરીઓનો પ્રશ્ન છે તો સરકાર ફક્ત તેમા મદદ કરી શકે છે. હકીકતમાં નોકરી તો પ્રાઈવેટ સેક્ટર આપે છે.
ટ્રમ્પે એવી આગાહી કરી હતી કે, જો તેઓ ચૂંટણી નહીં જીતી શકે તો તમે( વ્યાપારજગતના લોકો) એવો બજારમાં ઘટાડો જોશો કે તે તમે ક્યારેય અગાઉ જોયો ન હોય…! ચીનમાં ફાટી નિકળેલા કોરોના વાઈરસના પ્રકોપ અંગે ટ્રમ્પે કર્યું કે ચીન તેને કાબુમાં લેવા મહેનત કરી રહ્યું છે. મે ચીનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી છે. એવું લાગે છે કે ચીન કોરોના વાઈરસ પર નિયંત્રણ મેળવી લીધું છે. તેમણે કહ્યું કે ભારતે અમેરિકા પાસેથી હેલિકોપ્ટર ખરીદવા માટે ૨૧.૫ હજાર કરોડનો એક કરાર કર્યો છે.
ભારતીય સીઈઓ સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે ભારતમાં સ્વાગત જોઈને મને આશ્ચર્ય થાય છે. નવેમ્બરમાં અમેરિકામાં યોજાનારી ચૂંટણી અંગે ટ્રમ્પે કહ્યું હતું કે હું ચૂંટણી જીત્યા બાદ પાછો આવીશ. મારી ફરીથી ચૂંટણી જીતીને, શેરબજારમાં જબરદસ્ત વૃદ્ધિ થશે. આ દરમિયાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સહિત અન્યોએ પણ ટ્રમ્પને કેટલાક સવાલો કર્યા હતા.
ભારતીય વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રંગલાએ કહ્યું આ પ્રસંગે કહ્યું કે, અમેરિકા-ભારત મોટા વ્યાપારિક ભાગીદાર છે. ભારત એક ઉભરતી શક્તિ છે. બન્ને દેશ વચ્ચે લોકોનો સંપર્ક વધારવા માટે ચર્ચા કરવામાં આવી. જેથી બન્નેના અર્થતંત્ર અને સમાજને લાભ મળે. આ એટલા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે કારણ કે બન્ને દેશ વચ્ચે સંબંધોને મજબૂત કરી શકાય.
તેમણે એમ પણ કહ્યું કે અમેરિકા સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી છે કે, જે ભારતીય કામદાર છે તેમને લઈ પણ ચર્ચા થઈ છે. તેમનું યોગદાન ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. બન્ને દેશ વચ્ચે ટેકનોલોજીના ક્ષેત્રો અને નવિનીકરણનો સમાવેશ કરવા જેવી બાબત પર ચર્ચા કરવામાં આવી છે. એવું કહી શકાય છે કે લોકશાહીની પૃષ્ઠભૂમિ હોવાને લીધે બન્ને દેશ સમાન વિચાર ધરાવે છે. એક લોકશાહી દેશ બીજા લોકશાહી દેશ સાથે સારો સહયોગ કરી શકે છે.
ટ્રમ્પે ભારતથી વિદાય લેતા પહેલા પત્રકાર પરિષદ યોજીને દિલ્હીમાં થયેલી હિંસા અને ભારતના નાગરિકતા કાયદા અંગે પૂછાયેલા સવાલોના જવાબો આપ્યા હતા. ૪૨ મિનિટની પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું કે ઘણી કંપનીઓ ભારતમાં રોકાણ કરી રહી છે. ભારતનું બજાર મોટું છે. આવનારા સમયમાં ભારત ખૂબ મજબૂત બનશે. ભારત આર્થિક રીતે આગળ વધી રહ્યું છે. પીએમ મોદી ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ માટે પણ કામ કરી રહ્યા છે.
આર્ટિકલ -૩૭૦૦ એ ભારત અને પાકિસ્તાન વચ્ચેની વાત છે. આ લાંબા સમયથી ચાલે છે. સીએએ અંગે ટ્રમ્પે કહ્યું કે આ અંગે ભારત પોતે નિર્ણય લેશે. આ તેની આંતરિક બાબત છે. આ અંગે પીએમ મોદી સાથે કોઈ વાતચીત થઈ નથી.
એચ-૧ બી વિઝા પર ટ્રમ્પે કહ્યું કે આ અંગે પીએમ મોદી સાથે વાતચીત થઈ છે. આતંકવાદ સામે ભારત અને અમેરિકા એક છે. પીએમ મોદી આતંકવાદને લઈને ખૂબ જ મજબૂત છે. અમે ઈચ્છીએ છીએ કે ભારત-પાકિસ્તાન નજીક આવે. આ માટે હું મધ્યસ્થી માટે પણ તૈયાર છું.
અમે આ દિશામાં ઇસ્લામિક આતંકવાદ ન ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સીરિયામાં જે બન્યું તે આખી દુનિયાએ જોયું. અમે તેને રોકવા તરફ કામ કરી રહ્યા છીએ. અમે આતંકવાદને કાબૂમાં લેવા ઘણાં પગલાં લીધાં છે. કટ્ટરપંથી ઇસ્લામને તેના મૂળમાંથી દૂર કરવાના પ્રયાસો ચાલુ છે. આ માટે, બધા દેશોએ મદદ માટે આગળ આવવું જોઈએ. અમે આ અંગે પાકિસ્તાન ઉપર દબાણ લાવવાનો પ્રયત્ન કરીશું.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પને દિલ્હી હિંસા પર પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ અંગે તેમણે કહ્યું કે આ મુદ્દે પીએમ મોદી સાથે કોઈ વાત થઈ નથી. ટ્રમ્પે કહ્યું કે ભારત અન્ય દેશો કરતા વધુ ધાર્મિક છે. આ પીએમ મોદી સાથે વાતચીત પણ થઈ છે.
પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું કે ભારત સાચે જ મહાન દેશ છે. અત્યારે, ભારત-અમેરિકાના સંબંધો શ્રેષ્ઠ છે. બંને દેશોના દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. અમે ઘણા મુદ્દાઓ પર વિચારણા કરી છે. અમે ભારત સાથે પરસ્પર સંબંધોને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ . આપણે આખી દુનિયામાં શાંત જોઈએ છે. અફઘાનિસ્તાનમાં શાંતિ લાવવાનું કામ ચાલુ છે. કોઈ નિર્દોષતા ન મારવી જોઈએ.

Share Now