પટના,તા.૨૫
બિહાર વિધાનસભામાં રાજ્યમાં એનઆરસી નહી લાગૂ કરવાનો પ્રસ્તાવ સર્વસમ્મતિથી પાસ થઈ ગયો છે. વિધાનસભાના અધ્યક્ષ વિજય ચૌધરીએ ગૃહમાં પ્રસ્તાવ પસાર કર્યો. જેમાં કહેવામાં આવ્યું કે, બિહારમાં એનઆરસીની કોઈ આવશ્યકતા નથી. જ્યારે વિધાનસભામાં આ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો કે, એનપીઆરમાં સંશોધન કરવામાં આવે. એનપીઆર ૨૦૧૦ની વસ્તી ગણતરીના ફોર્મેટ સાથે લાગૂ થાય.
નોંધનીય છે કે, બિહારમાં એનડીએની સરકાર છે તેમાં ભાજપ, જેડીયુ અને એલજેપી સામેલ છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પહેલાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે, બિહારમાં એનઆરસીની કોઈ જરૂર નથી. તેમણે કહ્યું હતું કે આ તો અસમ માટે હતું. થોડાં દિવસો પૂર્વે વિધાનસભામાં પણ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું. જ્યારે હાલમાં એનપીઆરસંશોધનની વાત કરી હતી.
ઉલ્લેખનિય છે કે, નાગપરિકતા કાનૂન અને એનઆરસીને લઈને દેશભરના ઘણાં ભાગોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. બિહારમાં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. આ વર્ષે રાજ્યમાં ચૂંટણી યોજાવાની છે. નીતિશ કુમારની નજર લઘુમતિ વોટબેંક પર છે. તેવામાં ચૂંટણી પહેલા નીતિશ કુમારે પોતાનો ઈરાદો સ્પષ્ટ કર્યો.
બિહાર વિધાનસભામાં એનઆરસી લાગૂ નહિ કરવાનો પ્રસ્તાવ પાસ
Leave a Comment