મુંબઈ,તા.૨૫
બૉલીવૂડ બૅબ કરીના કપૂર ખાન લાંબા સમયથી બૉલીવૂડમાં છે અને તેની કારકિર્દી સફળતાપૂર્વક ચાલી રહી છે. બે દાયકા પછી પણ તે આજે સારી સારી ફિલ્મો કરી રહી છે. લગ્ન પણ થઈ ગયા સૈફ અલી ખાન સાથે અને એક દીકરો પણ થઈ ગયો તૈમુર. આટલી લાંબી મંઝિલ પછી કરીના પણ કહે છે કે મારા ચાહકોએ મને પ્રેમ અને સપોર્ટ આપ્યો છે તેથી હું બહુ ખુશ છું. હું અહીં બૉલીવૂડમાં આટલું લાંબું ટકી રહી તે પણ ચાહકોના પ્રેમના કારણે જ. મારા દર્શકોએ મને હંમેશાં સપોર્ટ કર્યો છે. આથી જ હું આજે અહીં છું.
આ ઉપરાંત મારા પતિનો પણ મને સતત સહયોગ રહ્યો છે. મને ક્યારેય સૈફે એમ નથી પૂછયું કે હું કઈ ફિલ્મ કરું છું. આથી વિરુદ્ધ તે હંમેશાં મારી સાથે રહે છે. મારા દરેક કામમાં મદદ કરે છે. અમે તેના કામ અંગે ઘણી ચર્ચા કરીએ, પણ તે મને ક્યારેય ના પૂછે કે હું કઈ ફિલ્મ કરી રહી છું. તે મને ફક્ત એક જ વાત પૂછે કે હું ઘરે ક્યારે પાછી ફરીશ, કારણ કે તે મારી સાથે સમય વિતાવવા માગતો હોય છે. બાકી તે ક્યારેય મારી પૂછપરછ કરે નહીં, એમ ‘ઉડતા પંજાબ’ની આ અભિનેત્રી કહે છે.
સૈફને ચંચૂપાત કરવાની ટેવ નથી : કરીના કપૂર ખાન

Leave a Comment