કોરોના સુરત LIVE:પોઝિટિવની સંખ્યા વધીને 50,209 પર પહોંચી,મૃત્યુઆંક 1130,ડિસ્ચાર્જની સંખ્યા 48,051 થઈ

318

સુરત સિવિલ-સ્મીમેરમાં સારવાર હેઠળના 5થી વધુ દર્દીઓ ગંભીર કોરોના સંક્રમણની ગતિ મંદ પડી છે.સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે પોઝિટિવની સંખ્યા વધીને 50,209 પર પહોંચી છે.મૃત્યુઆંક 1130 પર સ્થિત રહ્યો છે.શહેર અને જિલ્લામાંથી કોરોનાને મ્હાત આપનારા દર્દીઓની સંખ્યા વધીને 48,051 થઈ છે.હાલ શહેર અને જિલ્લામાં કુલ 1028 એક્ટિવ કેસ છે.

સિવિલ-સ્મીમેરમાં સારવાર હેઠળના 5થી વધુ દર્દીઓ ગંભીર
સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળના 5થી વધુ દર્દીઓની હાલત ગંભીર છે.જેમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળના 3 દર્દી વેન્ટિલેટર ઉપર,2 દર્દી બીપેપ અને 2 દર્દી ઓક્સિજન પર છે. જયારે સ્મીમેર હોસ્પિટલમાં 2 દર્દી વેન્ટિલેટર ઉપર, 1 દર્દી બીપેપ અને 2 દર્દી ઓક્સિજન પર છે.

હોસ્પિટલનો ડોક્ટર અને જીએસટી કર્મચારી સક્રમિત થયા
શહેરી વિસ્તારના જે 119 લોકો કોરોનાથી સક્રમીત થયા છે તેમાં એન્જિનીયર, એપલ હોસ્પિટલનો ડોક્ટર, કુક, ફોટોગ્રાફર, જીએસટી ઓફિસનો કર્મચારી,વકીલ,એસ્ટેટ બ્રોકર, ત્રણ વિદ્યાર્થી,ચૌટાબજારનો દુકાનદાર, માર્કેટીંગ એજન્ટ સહિત ટેક્સટાઇલ વેપાર સાથે સંકળાયેલા 4 નો સમાવેશ થાય છે.

Share Now