રાજકોટ,તા.7 જાન્યુઆરી 2021,ગુરૂવાર
સમગ્ર દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું સારૂ થયું હોવાને લીધે સફેદ સોનું ગણાતા કપાસના ઉત્પાદનમાં આ વર્ષે વધારો થશે.૨ લાખ ૫૦ હજાર ગાંસડીનો ગયા વર્ષે ૧૭૦ કિ.ગ્રા.ની ૩૫૬ ગાંસડી કપાસનું ઉત્પાદન થયું હતું.જ્યારે આ વર્ષે ૩૫૮.૫૦ લાક ગાંસડીના ઉત્પાદનનો અંદાજ દર્શાવવામાં આવ્યો હતો.
કોટન એસો.ઓફ ઈન્ડિયા દ્વારા દેશભરમાં કપાસના ઉત્પાદનના અંદાજિત આંકડાઓ જાહેર કરી જણાવાયું હતું કે,આ વર્ષે ગુજરાતમાં કપાસનું ઉત્પાદન ૨ લાખ ગાંસડી વશે. ૯૨ લાખ ગાંસડીનું ગત વર્ષે જે ઉત્પાદન હતું તે આ વર્ષે ૯૪ લાખ ગાંસડીને આંબી જશે.એ જ રીતે રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાં પણ ગત વર્ષની સાપેક્ષમાં કપાસ ઉત્પાદનમાં ૨-૨ લાખ ગાંસડીનો વધારો થશે.જ્યારે મધ્યપ્રદેશ,કર્ણાટક અને ઓરીસ્સામાં કપાસના ઉત્પાદનમાં ઘટાડો થશે.મધ્યપ્રદેશમાં ગત વર્ષે ૨૧ લાખ ગાંસડીનું ઉત્પાદન થયું હતું.જેમાં ૧ લાખ ગાંસડીનો ઘટાડો થશે.જ્યારે કર્ણાટકમાં કપાસના ઉત્પાદનમાં દોઢ લાખ ગાંસડીનું ગાબડું પડવાની સંભાવના દર્શાવવામાં આવી હતી.એ જ રીતે ઓરીસ્સા રાજ્યમાં પણ ૪ લાખ ગાંસડીના ગત વર્ષના ઉત્પાદનની સાપેક્ષમાં આ વર્ષે માત્ર ૩ લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું