સુરત છોકરાઓની તુલનામાં છોકરીઓની સંખ્યા ઓછી હોવાના કારણે કેટલાક તકસાધુઓ કુંવારાઓના લગ્ન કરાવી આપવાનો ઝાસો આપીને તેમની પાસેથી રૂપિયા લઈ લગ્ન નહીં કરાવીને છેતરપિંડી કરી રહ્યા છે.લિંબાયતમાં એક મહિલાએ લગ્ન ન થતા હોય એવા કુંવારાઓ પાસેથી 20-20 હજાર રૂપિયા લીધા હતા.ભોગ બનેલાઓમાં જલગાંવ-ધુલે-નાશિકના યુવકો પણ છે.આ બાબતે મોડી રાત્રે પોલીસે અરજી દાખલ કરી છે.
ડિંડોલીના મહાદેવનગર-2માં રહેતી પ્રિયંકા રાજેશ પાટીલે જણાવ્યું કે,તેના સંબંધીઓમાં પાંચેક જણાના લગ્ન થયા નથી.તેમના લગ્ન થાય તે માટે અમે વાલ્મિક નામના વ્યક્તિને મળેલા તેણે કહ્યું કે,મહારાષ્ટ્રના ચંદનપુરના હરહર મહાદેવ અનાથ આશ્રમની છોકરીઓ સાથે લગ્ન કરાવાશે.તે માટે સુરેખા મિસ્ત્રીને રૂપિયા આપવાનું કહેતા સુરેખાને રૂપિયા આપ્યાં હતાં.તેણીને ચારેક મહિના પહેલા મળ્યા હતા.તેણીએ અમને રૂપાળી છોકરીઓના ફોટો પણ બતાવ્યા હતા.તેણીએ કહ્યું કે આશ્રમમાંથી છોકરીઓ લાવીને તેમની સાથે લગ્ન કરાવી દેવા.પાંચ જણાના લગ્ન કરાવવા માટે મે એક લાખ રૂપિયા આપ્યા હતા.હવે તે લગ્ન કરાવતી નથી
હવે અમે સુરેખા વિરુદ્ધ ફરિયાદ કરવા આવ્યા છે. તેવી જ રીતે નીલગીરી વિસ્તારમાં શ્રીનાથ સોસાયટી-4માં રહેતી સુષમા કોળીએ જણાવ્યું કે,અમારા સંબંધીઓમાં 6 જણા કુંવારા છે.તેમના લગ્ન માટે દોઢ લાખ રૂપિયા આપ્યા હતા.તેણીએ કોઈના લગ્ન કરાવ્યા નથી.જલગાંવથી સુરત આવેલા ગણેશ પંડીત પાટીલે જણાવ્યું કે,તેના સાળાના લગ્ન કરાવવા માટે સુરેખાને 16 હજાર રૂપિયા બે મહિના પહેલા આપ્યા હતા.5 તારીખે લગ્ન કરાવવાની હતી.પરંતુ તે ઘરે મળી ન હતી.


