યાત્રાધામ ચોટીલામાં નેશનલ હાઈવે GuR આણંદપુર ચોકડીની નજીક આવેલી મંગલમ હોસ્પિટલમાં ગુરૂવારનાં સાંજે જિલ્લા એસઓજીની ટીમે ધામાં નાંખી તપાસ હાથ ધરતા ચકચાર મચી છે. અને પોલીસ ધમધમાટનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની છે. ચોટીલા હાઇવે ઉપર આવેલ રહેણાક વિસ્તાર નજીકની 24 કલાક ઈમરજન્સી ધરાવતી ઇનડોર બેડની સુવિધા ધરાવતી મંગલમ હોસ્પિટલમાં જિલ્લા એલસીબી પીઆઈ બી.એમ.રાણા અને તેમની ટીમે તપાસ હાથ ધરી છે.
સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ હાલ પોલીસે હોસ્પિટલ ચલાવનાર કોણ અને કેટલા ડોક્ટરો છે,તેમજ સાથેની સુવિધાઓ મેડીકલ, લેબોરેટરી તેમજ સ્ટાફ સહિતનાની ડીગ્રી અંગે તપાસ શરૂ કરેલી હોવાનું જાણવા મળે છે.શંકાને દાયરામાં રાખીને હાલ હોસ્પિટલ ચલાવનાર કોણ છે અને સારવાર કરનાર જે મળી આવેલા હતા તેઓના તેમજ બોર્ડ ઉપર રહેલા અન્ય ડોકટર અંગે તપાસ ચાલી રહી છે તેમ જણાવ્યું છે.પ્રથમ પ્રાથમિક તપાસમાં તાલુકા આરોગ્ય અધિકારી એસ કે.ઉપાધ્યાયને પણ બોલાવવામાં આવેલા હતા.
હોસ્પિટલમાં કામ કરતા ડોક્ટરોની ડીગ્રી ડોક્યુમેન્ટ જે રજુ થશે તેમજ આરોગ્ય વિભાગ સમક્ષ જે રજુ થયા હશે તેની પણ ખરાઇ કરાશે.તેમજ આ તપાસ દરમિયાન કઇ મેડીકલ કાયદાથી વિભીન્ન જણાશે તો વિશેષ કાર્યવાહી કરાશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.ચોટીલા ખાતે ખાનગી હોસ્પિટલમાં એસઓજી ટીમની વાત મેડીકલ વ્યવસાયકારોમાં પ્રસરતા કેટલાક સ્થળે ફફડાટ જોવા મળ્યો તો કેટલાક ભોભીતર થઈ ગયાનું જાણવા મળેલુ છે.