કર્ણાટક રાજ્ય બ્રાહ્મણ વિકાસ બોર્ડએ બે સ્કીમ લોન્ચ કરી છે.પાયલટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કરેલી બે યોજનામાં ગરીબ બ્રાહ્મણ સાથે લગ્ન કરવા પર આર્થિક મદદની જાહેરાત કરી છે.તેમાં એક યોજનાની અંતર્ગત મહિલાઓ જે ગરીબ પૂજારી સાથે લગ્ન કરે છે તેમને 3 લાખ રૂપિયા સુધીના બોન્ડ મળશે.તો બીજી યોજનામાં ગરીબ બ્રાહ્મણ મહિલાને 25000 રૂપિયા મળશે.
આ યોજના હાલ પાયલોટ પ્રોજેક્ટ સ્તર પર છે,આથી આ સ્કીમનો ફાયદો ઉઠાવનારની સંખ્યા સીમિત રખાઇ છે.ભાજપના નેતા અને કર્ણાટક રાજ્ય બ્રાહ્મણ વિકાસ બોર્ડના અધ્યક્ષ એચએસ સચ્ચિદાનંદ મૂર્તિ એ આ યોજના પર કહ્યું કે અમને બે સ્કીમ અરૂંધતિ અને મૈત્રેયી લોન્ચ કરવાની મંજૂરી મળી છે.તેના માટે ફંડસ એકત્ર કરી લીધું છે.અમે આ ફંડસને એકત્રિત કરવાના નિયમો અને પદ્ધતિ પર વિચાર કરી રહ્યા છીએ.આ નબળા તબક્કાની મદદની અમારી કોશિષોમાંથી એક છે.
જાણો અરૂંધતિ અને મૈત્રેયી સ્કીમની વિગતે માહિતી
અરૂંધતિ સ્કીમ અંતર્ગત 550 ગરીબ બ્રાહ્મણ મહિલાઓને તેમના લગ્ન માટે 25000 રૂપિયા દરેકને અપાશે.તો મૈત્રેયી સ્કીમની અંતર્ગત ગરીબ બ્રાહ્મણ પૂજારી સાથે લગ્ન કરવા પર 25 મહિલાઓને 3 લાખ રૂપિયા દરેકને બોન્ડ અપાશે.લગ્નના દર એક વર્ષના અંતર પર 1 લાખ રૂપિયાનું ઇંસ્ટોલમેન્ટ દંપતિને અપાશે.આમ ત્રણ વર્ષ સુધી એક-એક લાખ રૂપિયા આપશે.મૂર્તિ એ કહ્યું કે રાજ્યના પ્રવાસ બાદ સામે આવ્યું કે પૂજારી વર્ગ આર્થિક રીતે નબળો છે અને આથી અમે આ યોજનાને પૂજારીઓના ફાયદા માટે ચલાવાની પહેલ કરી.
આપને જણાવી દઇએ કે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ 2018-19મા પોતાના કાર્યકાળ દરમ્યાન બ્રાહ્મણ વિકાસ બોર્ડની રચનાની સાથે જ તેને 25 કરોડ રૂપિયાનું બજેટ આપવાની જાહેરાત કરી હતી.ત્યારબાદ 2019ના અંતમાં ભાજપની બીએસ યેદિયુરપ્પા સરકારે આ બોર્ડની રચના કરી.ત્યારે મૂર્તિને પહેલાં અધ્યક્ષ બનાવામાં આવ્યા.હવે 25 કરોડ બજેટ ફંડના ઉપયોગ માટે બોર્ડ બે સ્કીમ લઇને આવ્યું છે.

