WHATSAPP ની નવી પ્રાઈવસી પોલીસીમાં શું છે? : WA ની વિગતો ફેસબુકમાં શેર કરવી ફરજીયાત : આટલા નિયમો નહિં માનો તો એકાઉન્ટ થઈ જશે ડીલીટ

344

વોટ્સએપ પોતાની ટર્મ્સ અને પ્રાઈવસી પોલીસીમાં ફેરફારો કરી રહ્યું છે,કંપની દ્વારા આ અંગેના અપડેટ્સ મોકલવાનું શરુ કર્યું છે,જે કદાચ તમને પણ મળવા લાગ્યા હશે.તમારે જો તમારું વોટ્સએપ એકાઉન્ટ ચાલુ રાખવું હોય તો તમારે આ પોલીસી સ્વીકારવી પડશે અથવા તો તમારું વોટ્સએપ ડીલીટ થઇ જશે એવું જણાવવામાં આવી રહ્યું છે.આ માટે યુઝર્સને તારીખ 8 ફેબ્રુઆરી 2021 સુધીનો સમય આપવામાં આવ્યો છે. ANDROID અને IOS બન્ને પ્લેટફોર્મ્સ પર આ નવી પોલીસી લાગુ કરવામાં આવી રહી છે.જો કે હાલમાં આ નોટીફીકેશનમાં ‘નોટ નાઉ (Not Now)’ ઓપ્શન પણ જોવા મળી રહ્યો છે,જેનો મતલબ એ થઇ શકે કે હાલમાં તારીખ 8 ફેબ્રુઆરી સુધી તમે આ ઓપ્શન પણ સ્વીકારી અને આ પોલીસી અને ટર્મ્સ સ્વીકારવાનું મુલતવી રાખી શકો છો. જો કે આ ઓપ્શન ફક્ત તારીખ 8 ફેબ્રુઆરી સુધી જ અમલમાં રહેશે, ત્યાર બાદ વોટ્સએપ ચાલુ રાખવું હોય તો ફરજીયાત કંપનીની નવી પોલીસી સ્વીકારવી પડશે.

વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ યુઝર્સના ડેટા કંપની દ્વારા ફેસબુક સાથે શેર કરવામાં આવે છે તે વાત તો જાણીતી છે,પરંતુ હવે કંપની દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામનું ફેસબુક સાથેનું ઇન્ટીગ્રેશન વધારવામાં આવશે.વોટ્સએપની આ અપડેટેડ પોલીસીમાં લાઇસન્સમાં એવી શરત રાખવામાં આવી છે કે વોટ્સએપમાં જે પણ કન્ટેન્ટ તમે અપલોડ,સેન્ડ,રીસીવ, સબમિટ કે સ્ટોર કરો છો તેનો કોઈ પણ વળતર કે રોયલ્ટી વિના ઉપયોગ,નકલ, વિતરણ કે ડિસ્પ્લે વોટ્સએપ કરી શકશે.જો કે તેમાં એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે આ માહિતીનો ઉપયોગ કંપનીની સેવાઓના સંચાલન અને સીમિત ઉદ્દેશ્ય માટે કરવામાં આવશે.

વોટસએપે જારી કરી નવી પ્રાઈવસી પોલીસી; ફેસબૂક- ઈન્સ્ટા સાથે ડેટા શેરીંગને મંજૂરી નહીં આપો તો એકાઉન્ટ થઈ જશે ડીલીટ

કંપની યુઝર્સનાં ડેટાને બિઝનેશ હેતુથી ઉપયોગમાં લેશે; ૮મી ફેબ્રુઆરી સુધીમાં પ્રાઈવસી પોલીસીનો સ્વીકાર કરવા વોટસએપની જાહેરાત

મેસેજીંગ એપ વોટસએપે નવી પ્રાઈવેસી પોલીસી ઘડી કાઢી છે.જે મુજબ યુઝર્સે વોટ્સએપની વિગતો ફેસબુક સાથે શેર કરવી ફરજીયાત બની છે. જો યુઝર્સ પોતાના ડેટા શેરીંગને મંજૂરી નહિ આપે તો વોટ્સએપ તમારૂ એકાઉન્ટ બંધ કરી દેશે.

નવી પ્રાઈવેશી પોલીસીમાં એ પણ જણાવાયું છે કે,વોટસએપ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક સાથે કઈ રીતે કામ કરે છે.અને કંપનીમાં ઈન્ટ્રીગ્રેશન ઓફર આપે છે.વોટસએપની આ નવી પોલીસીનું ફરજીયાત પણે પાલન કરવું જ પડશે.અને તેને ૮મી ફેબ્રૂઆરી સુધીમાં સ્વિકારવું પડશે.અન્યથા કંપની તમારૂ એકાઉન્ટ ડીલીટ કરી નાખશે.વોટસએપની થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઈડર્સમાં ફેસબુકની સળસીડાયરી કંપનીઓનું પણ નામ સામેલ થયું છે.વોટસએપે તેની બ્લોગપોસ્ટમાં કહ્યું છે કે ઘણા બિઝનેશ મેન પોતાના ગ્રાહકો અને તેમની સાથે કોમ્યુનિકેશન કરવા વોટ્સએપ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.અને અમે એવા વ્યવસાયીઓ સાથે કામ કરીએ છીએ જેઓ વોટ્સએપ પર કોમ્યુનિકેશનને વધુ સુદ્દઢ બનાવવા ફેસબુક અથવા અન્ય થર્ડ પાર્ટીનો ઉપયોગ કરતા હોય આ માટે ગ્રાહકોને ડેટાની લેવડ-દેવડ,સેલ ગેજેટ ઈન્ફો,આઈપી ડીલને ડેટા શેરીંગની મંજૂરી આપવ પડશે.

જોકે, વોટ્સએપની આ નવી પોલીસીને લઈ બબાલ પણ મચી ગઈ છે.ઘણા યુઝર્સે વિરોધ પણ કર્યો છે.કારણ કે આનાથી ગ્રાહકોની ડેટા પ્રાઈવેસી જળવાશે નહિ ડેટા સુરક્ષાને લઈ પ્રશ્ર્નો ઉભા થશે.વોટસએપ યુઝર્સનાં ડેટા બિઝનેશ માટે વાપરશે એ પણ ફરજીયાત પણે જો કોઈ ગ્રાહકને આનાથી તકલીફ છે.તો તેઓએ એકાઉન્ટ ડીલીટ કરવાનું રહેશે.

Share Now