રાજકોટ : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સ્થાનિક સ્વરાજની ચુંટણીઓે પહેલા જ પ્રદેશનું નવું માળખું જાહેર કરી દીધું છે જો કે આ ટીમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકોટમાંથી કોઈને પણ હોદ્દો નથી અપાયો જેના પગલે શહેર જિલ્લા ભાજપમાં ગણગણાટ શરૂ થયો છે.મહત્વની વાત એ છે કે, સી.આર.પાટીલની જયારથી પ્રદેશ પ્રમુખ તરીકે નિમણુંક થઈ ત્યારથી જ તેઓ રૂપાણી અને તેમની ટીમની જાણે-અજાણ્યે અવગણના કરતાં હોવાનો ચર્ચા ભાજપમાં જ ઉઠી હતી.
તાજેતરમાં પાટીલે રાજકોટની મુલાકાત વખતે પણ એવું કરવું હતું કે, મુખ્યમંત્રીનો ઘેડો પકડી લીધો એટલે ટીકીટ મળશે તેવું માનવું નહી.ટિકિટ કે હોદ્દા આપવામાં કોઈ લગભગ નહી ચાલે,પાટીલના આ ઉચ્ચારણોના ભાજપમાં ઘેરા પડઘા પડયા હતા બાદ ગઈ કાલે પાટીલે ગઈકાલે જાહેર કરેલી પ્રદેશ ટીમમાં રાજકોટના કોઈને સ્થાન આપ્યું નથી.ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની નવી ટીમાં 7 પ્રદેશ ઉપાધ્યક્ષની પસંદગી કરવામાં આવી છે.જો કે,આ આગાઉની ટીમમાં 11 પ્રદેશ ઉપાધ્યક્ષ હતા.ત્યારે આ વખતે 7 જ ઉપાધ્યક્ષ રાખવામાં આવ્યા છે.આઈ.કે જાડેજા સહિત સિનિયર નેતાઓની પ્રદેશ ઉપાધ્યક્ષ પદેથી બાદબાકી કરવામાં આવી છે.જ્યારે ગોરધન ઝડફિયાને પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે રિપીટ કરવામાં આવ્યા છે.આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીનો પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંતમાં 5 પ્રદેશ મહામંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ 5 પ્રદેશ મહામંત્રીઓમાં ભિખુભાઈ દલસાણીયા (સંગઠન) પ્રદેશ મહામંત્રી તરીકે યથાવત રાખવામાં આવ્યા છે.જ્યારે અન્ય 4 તમામ મહામંત્રીઓને બદલી દેવામાં આવ્યા છે.મનસુખ માંડવીયા, કે.સી. પટેલ,શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને ભરતસિંહ પરમારના સાથેને મધ્યઝોનમાંથી ભાર્ગવ ભટ્ટ,ઉત્તર ઝોનમાંથી રજની પટેલ તેમજ પ્રદીપસિંહ વાઘેલા અને વિનોદ ચાવડાને પ્રદેશ મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
તેમજ પ્રદેશ મંત્રીઓની વાત કરીએ તો પ્રદેશ મંત્રીઓમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.દક્ષિણમાંથી નવા નામ જોવા મળી રહ્યાં છે.ત્યારે પ્રદેશ મંત્રી તરીકે મહેશ કસવાલા,રધુ હુંબલ (સુરત),પંકજ ચૌધરી (મહેસાણા),શિતલબેન સોની,(નવસારી), ઝવેરી ઠકરાર,નોકાબેન પ્રજાપતિ,જહાનવીબેન વ્યાસ (નડીયાદ) અને કૈલાશબેન પરમાર (દાહોદ)નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.ત્યારે પ્રદેશ કોષાધ્યક્ષની વાત કરીએ તો સુરેન્દ્ર પટેલ અને ધર્મેન્દ્ર શાહ (કર્ણાવતી)ને જવાબદારી સોંપવામાં આવી છે.
સી.આર. પાટીલની નવી ટીમમાં 4 મહામંત્રીઓને બદલાયા છે.મનસુખ મંડવીયા,કે.સી.પટેલ,શબ્દશરણ બ્રહ્મભટ્ટ,ભારત સિંહ પરમારને પડતા મુકાયા છે.આઇ.કે જાડેજા અને ભરત પંડ્યાને પડતા મુકાયા.ગોરધન ઝડફિયા પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે રિપીટ કરાયા.નવા માળખામાં કોષધ્યક્ષ સાથે સહ કોષાધ્યક્ષની પોસ્ટ બનાવાઈ.ભીખુ દલસાણિયાને બદલવા હાઈ કમાન્ડને રજુઆત કરાઈ હતી.જોકે, ભીખુ દલસાનિયા સંઘ પ્રમુખ મોહન ભગવાતની નજીકના નેતા છે જોગાનુજોગ મોહન ભાગવત ગુજરાતના પ્રવાસે છે ત્યારે ભીખુ દલસાણિયાને વધુ એક વખત રિપીટ કરાયા છે.
ઉપ્રમુખ
– ગોરધન ઝડફીયા
– જયંતિ કવાડિયા
– મહેન્દ્ર સરવૈયા
– નંદાજી ઠાકોર
– કૌશલ્યાબેન પરમાર
– જનક બગદાણાવાળા
– વર્ષાબેન દોશી
– પ્રદેશ મહામંત્રી
– ભીખુ દલસાણીયા (સંગઠન)
– ભાર્ગવ ભટ્ટ
– રજની પટેલ
– પ્રદિપ વાઘેલા
– વિનોદ ચાવ
– મહેશ કસવાલા
– રઘુ હુંબલ
– પંકજ ચૌધરી
– શિતલબેન સોની
– ઝવેરીભાઈ ઠકરાર
– નૌકા પ્રજાપતિ
– જાનવી મુકેશભાઈ વ્યાસ
– કૈલાશ એ.પરમાર કોષાધ્યક્ષ
– સુરેન્દ્રભાઈ પટેલ
– ધર્મેન્દ્રભાઈ શાહ


