ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે લાંબા સમયગાળા પછી પોતાના નવા પ્રદેશ સંગઠન માળખાની જાહેરાત કરી છે અને તેમાં સૌરાષ્ટ્ર ભાગે માત્ર બટકું મળ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.સોરાષટ્રના પાટનગર અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમ ટાઉન ગણાતા રાજકોટ શહેરમાંથી કોઈની પસંદગી ન કરાતા ભારે ચચર્િ થઈ રહી છે.ભાજપના પ્રદેશ આગેવાન નીતિનભાઈ ભારદ્વાજની પસંદગી સંગઠન માળખામાં મહામંત્રી તરીકે કરવામાં આવશે તેવી વાતો ઘણા સમયથી ચચર્મિાં હતી પરંતુ આજે જાહેર કરાયેલા સંગઠન માળખામાં તે જોવા મળ્યું નથી.નીતિનભાઈ ભારદ્વાજને રાજ્યસભાની ચૂંટણી માટે સંગઠન માળખામાં લેવાયા નથી તેવી વાતો પણ થઈ રહી છે.
પ્રદેશ સંગઠન માળખામાં એક મહામંત્રી,સંગઠન મહામંત્રી અને ચાર મહામંત્રીઓ હોય છે.સંગઠન મહામંત્રી તરીકે ભીખુભાઈ દલસાણીયાને યથાવત રાખવામાં આવ્યા છે.તે સિવાય તમામ મહામંત્રીઓના સ્થાને નવા ચહેરાને તક આપવામાં આવી છે. ભીખુભાઈ દલસાણીયા પાસે સંગઠન મહામંત્રીની જવાબદારી યથાવત રાખીને અન્ય ચાર મહામંત્રીઓમાં ભાર્ગવ ભટ્ટ,રજનીભાઇ પટેલ,પ્રદીપભાઇ વાઘેલા અને વિનોદભાઈ ચાવડાનો સમાવેશ કરાયો છે.
22 સભ્યોના આ સંગઠન માળખામાં ઉપપ્રમુખ તરીકે વઢવાણના વષર્બિેન દોશીને જવાબદારી સોંપવામાં આવી છે.જ્યારે આઠ મંત્રીઓમાંથી ચાર મંત્રીની જવાબદારી મહિલાઓને આપવામાં આવી છે.જે મહિલાઓને મહામંત્રી બનાવવામાં આવ્યા છે તેમાં દાહોદના કૈલાસબેન પરમાર,નડિયાદના જહાન્વી બેન વ્યાસ,નવસારીના શીતલબેન સોની અને નૌકાબેન પ્રજાપતિનો સમાવેશ કરવામાં આવ્યો છે.સાત ઉપપ્રમુખ,પાંચ મહામંત્રી અને આઠ મંત્રી સહિત 22 હોદ્દેદારોના બનેલા પ્રદેશ સંગઠન માળખામાં કોષાધ્યક્ષની જવાબદારી સુરેન્દ્રભાઈ પટેલને અને સહ કોષાધ્યક્ષની જવાબદારી અમદાવાદના ધર્મેન્દ્રભાઈ શાહને સોંપવામા આવી છે.


