સુરત : સુરતના દિલ્લી ગેટ પાસે ઉભેલી એક યુવતીએ પોતાની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે આવવાની ઓફર કરનારા યુવકની જોરદાર ધોલાઈ કરી નાંખી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.આ યુવતી કોણ છઠે તે સ્પષ્ટ નથી. યુવતી પણ સેક્સ વર્કર હોવાની અને યુવક સાથે નાણાંની બાબતમાં બબાલ થતાં મારામારી પર ઉતરી હોવાની ચર્ચા છે.બીજી તરફ એવું કહેવાય છે કે,યુવતી વાહનની રાહ જોઈને ઉભી હતી પણ યુવક અને તેના મિત્રે સેક્સ વર્કર સમજીને તેને આવવાનું કહેતાં તે ભડકી ગઈ હતી.
મળતી વિગતો પ્રમાણે દિલ્હીગેટ ખાતે ઓવરબ્રિજ નીચે સેક્સ વર્કર્સ તરીકે કામ કરતી યુવતીઓ ઉભી રહે છે.પોલીસ વારંવાર લાલ આંખ કરીને તેમને ભગાડે છે પણ ફરી આ અનૈતિક પ્રવૃત્તિ અહીં શરૂ થઇ જાય છે.થોડા દિવસ પહેલાં એક યુવકે અને તેના મિત્રે ત્યાં ઉભેલી યુવતીને સેક્સ વર્કર સમજીને આવવા કહ્યું હતું.અકળાયેલી યુવતીએ તેને ઢીબી નાંખ્યો હતો,પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાડયો હતો. મારામારીનો વીડિયો વિષય બન્યો હતો.
આ અંગે મહિધરપુરા પોલીસ સૂત્રોએ જણાવ્યું કે,સેક્સ વર્કર યુવતીનો કોઇક યુવક સાથે ઝઘડો થયો હતો.તેઓ વચ્ચે બોલાચાલી બાદ વાત વસણી ગઇ હતી અને બાદમાં યુવતીએ તેને મારવા લીધો હતો.આ વિસ્તારમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિ પર રોક લાગે તે માટે પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવાયો હતો..આ વિસ્તારમાં અઠવાડિયા પહેલા એક યુવકની હત્યા થઈ હતી.


