માઁ પોતાના બાળકો માટે કોઈ પણ હદ પાર કરી શકે છે.પરંતુ બાળકોને ભૂખ્યા જોઈ શકતી નથી.આજે અમે આ લાખમાં તમને એક એવી કહાની બતાવા જઈ રહ્યા છીએ જેને જેને સાંભળી તમે ચોંકી જશો.આ વાત તમિલનાડૂના સલેમ શહેરની છે,જ્યાં 3 બાળકોની માટે પ્રેમાએ પોતાના ભૂખ્યા બાળકોને ખાવાનું મળે તે માટે પોતાના માથાના સંપૂર્ણ વાળ કઢાવી અને 150 રૂપિયામાં વેચી દીધા.
પ્રેમાએ મોત નહીં પણ પોતાના બાળકોને ચુન્યા
જણાવવામાં આવી રહ્યું છે કે, પ્રેમાના પતિ સેલ્વને આત્મહત્યા કરી હતા.પતિની આત્મહત્યા બાદ તેના પતિનો કર્જનો બોજ પ્રેમા પર આવી ગયો હતો.પ્રેમા અને સેલ્વન ઈંટના ભઠ્ઠામાં મજૂરી કરતા અને પોતાની જરૂરતો પૂરી કરવા માટે તેમણે ઘણા રૂપિયા ઉધાર લીધા હતા.ઉધાર લઈને તેમને 2.5 લાખથી વધુનો કર્જો કરી લીધો હતો.આ કર્જથી પરેશાન થઈ પ્રેમાના પતિએ આત્મહત્યા કરી લીધી પરંતુ પ્રેમાએ પોતાના બાળકોને ચુન્યા.જ્યારે પ્રેમા પાસે પૈસા ખતમ થઈ ગયા ત્યારે તેના મિત્રો અને સંબંધીઓ પાસે તેણે રૂપિયાની માંગણી કરી પરંતુ બધા લોકોએ પોતાના હાથ પાછળ ખસેડી લીધા.અંતે ગામના એક માણસે પ્રેમા સામે એક પ્રસ્તાવ મૂક્યો.
150 રૂપિયામાં વેચી દીધા માથાના વાળ
યુવકે કહ્યું કે, જો તે પોતાના માથાના બધા વાળ આપે તો તેને પૈસા મળે.ત્યારે પ્રેમાએ વિચાર્યા વગર જ પોતાના માથાના તમામ વાળ કપાવી લીધા. જેના બદલામાં પ્રેમાને 150 રૂપિયા મળ્યા.જેનાથી પ્રેમાએ પોતાના બાળકોને જમાડ્યા.
દરેક સ્થિતિમાં લડી શકે છે માઁ
પ્રેમાની કહાની જ્યારે એક ગ્રાફિક ડિઝાઈનરને જાણવા મળી તો તેમણે સોશ્યલ મીડિયાના માધ્યમ દ્વારા પ્રેમા માટે ફંડ એકત્રીત કર્યું જે દરમ્યાન પ્રેમા માટે લગભગ 1.45 લાખ રૂપિયા જમા થઈ ગયા આ સાથે જ જીલ્લા પ્રશાસને પ્રેમાને માસિક વિધવા પેંશન આપવાની પણ મંજૂરી આપી.

