સુરત,તા.૨૫
ઉમરા જૈન સંઘમાં આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજની નિશ્રામાં ૪૫૦માં મુમુક્ષુના દીક્ષા સમારોહ ચાલી રહ્યો છે. આ પ્રસંગે રવિવારે મુમુક્ષુ નિધાનનો ભવ્ય વર્ષીદાન વરઘોડો નીકળ્યો હતો. આજે દીક્ષા ગ્રહણ કરી ક્રિક્રેટનો શોખીન ૧૪ વર્ષીય નિધાન હવે સંયમની બેટિંગ કરશે.
ડાયમંડ જ્વેલરીના વેપારી પ્રણયભાઇ મહેતાના ૧૪ વર્ષીય પુત્ર નિધાન દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે જઈ રહ્યો છે. ઉમરા જૈનસંઘમાં રતનબાગ ખાતે અનંત નિધાન પ્રાગટય વાટિકા ખાતે આયોજિત નિધાન એ જ લક્ષ્ય દીક્ષા મહોત્સવ યોજાયો છે. દીક્ષા લેનાર નિધાન પ્રણયભાઇ મહેતાએ ધોરણ ૬ સુધી અભ્યાસ કર્યો છે અને તેને ક્રિક્રેટનો જબરો શોખ છે. ભણવામાં હંમેશા ટોપ ફાઇવમાં રહેતો નિધાન હવે સંયમની બેટિંગ કરશે અને કર્મો સામે બોલિંગ ફેંકશે અને ભૌતિક સુખોને ક્લિનબોલ્ડ કરશે.
આજે વર્ષીદાન વરઘોડો નીકળ્યો હતો. ઉમરાના મણીભદ્ર નિવાસ સ્થાનેથી યાત્રા પ્રસ્થાન થઈ હતી. વર્ષીદાન યાત્રામાં ઇન્દ્રસભામાં મુમુક્ષુ નિધાન બેસ્યો હતો. ચારેબાજુથી પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. ત્યારબાદ ક્રિસ્ટલ કમલમાં બેસી બધાનું અભિવાદન કર્યું હતું. વર્ષીદાન યાત્રા બાદ રાત્રે વિદાય સમારોહ અને બુધવારે દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કરશે.
ક્રિક્રેટનો શોખીન ૧૪ વર્ષીય નિધાન દીક્ષા લેશે

Leave a Comment

