ભારતીય શેરબજારમાં તેજીની ચાલ આગળ વધતી દેખાઇ રહી છે.સપ્તાહના પહેલા દિવસ સોમવારે ભારતીય શેરબજાર ઉછળે ખુલ્યા અને સેન્સેક્સ પ્રથમવાર 49000ની નવી ઐતિહાસિક સપાટીને કુદાવી ગયો.સેન્સેક્સ બેન્ચમાર્ક શુક્રવારના પાછલા બંધ 48,782ની સામે આજે સોમવારે પ્રથમવાર 49,000ની ઉંચી સપાટીને કુદાવી 498,252ના સ્તરે ખૂલીને 49,260ના સ્તરે ઉંચા સ્તરને સ્પર્શ્યો હતો જે અત્યાર સુધીની ઓલટાઇમ હાઇ સપાટી છે.તો નિફ્ટી બેન્ચમાર્ક પણ Eps 14,474ના સ્તરે ખૂલ્યો હતો જે તેની નવી ઓલટાઇમ હાઇ સપાટી છે.હાલ નિફ્ટી 113 પોઇન્ટના સુધારામાં 14460ના સ્તરે ક્વોટ થઇ રહ્યો હતો.
આજે આઇટી સ્ટોક સહિત એફએમસીજી સ્ટોકમાં તેજીનો માહોલ હતો. ટીસીએસના પ્રોત્સાહક પરિણામથી આઇટી સ્ટોક વધી રહ્યા છે. આજે ઇન્ફોસિસ 3.6 ટકા, એચસીએલ ટેક 3.3 ટકા, એચડીએફસી બેન્ક 1.8 ટકા, ટીસીએસ 1.7 ટકા,ભારતી એરટેલ અને એચયુએલનો સ્ટોક 1.6 ટકા વધ્યા હતા


