શહેરમાં મોડી રાતે ગોડાદરા બાદ લિંબાયતમાં હત્યાના બનાવ બન્યા હતાં જેને પગલે પોલીસ દોડતી થઈ હતી. જેમાં ગોડાદરાની હત્યા જૂની અદાવતમાં થઈ હોવાની વાત છે તો લિંબાયતમાં બે અજાણ્યા યુવાનો એક યુવાનને ચપ્પુ મારી હત્યા કરી હતી. ગોડાદરામાં માનસરોવર સોસાયટીમાં રહેતો સુરેશ ઉર્ફે સૂર્યા રમાકાંત ચૌધરીની રવિવારે ગોડાદરા સંકટ મોચન હનુમાન મંદિરની પાસે ચપ્પુના ઘા મારીને હત્યા કરાઈ હતી.જો કે,તેની હત્યા બાદ પોલીસે પ્રાથમિક તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે, સૂર્યા મંદિરથી પસાર થઈ રહ્યો હતો.દરમિયાન ગોલુ અને તેની ટોકળીએ સૂર્યા પર ચપ્પુ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો.પોલીસ સૂત્ર કહે છે કે હત્યા પાછળનું પ્રાથમિક તારણ જૂની અદાવતની સાથે ધંધાકીય હરીફાઇ હોઈ શકે.જો કે,પોલીસ આ હત્યાની તપાસ કરવાની સાથે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી રહી હતી.એ સાથે જ લિંબાયતમાં મોડી રાતે બીજી હત્યા થઈ હતી.પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ,લિંબાયત જંગલશા બાવાની દરગાહ પાસે મોહસીન સલીમ ખાનની ચપ્પુના ઘા મારીને હત્યા કરાઈ હતી.
મહિલાનો ઝઘડો પાંચ માસ પહેલા થયો હતો
સહારા દરવાજા ક્વીન ટાવરની પાછળ ઝુંપડપટ્ટીમાં રવિવારે બપોરે છ લોકોએ મહિલાની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી હતી.ઝુંપડપટ્ટીમાં જયેશ રણછોડભાઇ કુંકણા પોતાની વિધવા માતા ગૌરીબેન (54) સાથે રહેતા હતા.ગૌરીબેનનો 5 માસ પહેલા ત્યાં જ રહેતા મચ્છર ઉર્ફે તરૂણ સાથે ઝઘડો થયો હતો.ગૌરીબેન રવિવારે બપોરે 12 વાગ્યે મચ્છર ઉર્ફે તરૂણને સમજાવવા ગઇ ત્યારે તે અકળાયો હતો અને તેના સાગરિત યોગેશ,દલુ,ચિંમ્પાજી,નરેશ અને ઉમેશની સાથે મળી ગૌરીબેનની તીક્ષ્ણ હથિયારોથી હત્યા કરી હતી.


