વડોદરામાં લવ-જેહાદનો મામલો:પિતાના તેરમાની વિધિ પતાવીને હિન્દુ યુવતી ફરી વિધર્મી યુવક સાથે ભાગી ગઈ,6 ડિસેમ્બરે નિકાહ કરીને ધર્મ પરિવર્તન કર્યું હતું

325

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય હિન્દુ યુવતી તેના મહોલ્લામાં જ રહેતો 23 વર્ષીય વિધર્મી યુવક સાથે ફરીથી ભાગી ગઈ છે.આ પહેલા ભાગી ગયા બાદ વિધર્મી યુવકે યુવતી સાથે નિકાહ કરીને તેનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું અને ત્યાર બાદ યુવતીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન યુવતીના પિતાનું મૃત્યુ થયું હતું અને પિતાના તેરમાની વિધિ પતાવીને હિન્દુ યુવતી ફરી વિધર્મી યુવક સાથે ભાગી ગઇ છે.જેથી પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી છે.

વિધર્મી યુવકે યુવતીનું ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કરી લેતાં ભારે હોબાળો મચ્યો હતો
વડોદરાના નાગરવાડા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય હિન્દુ યુવતીને તેના મહોલ્લામાં જ રહેતો 23 વર્ષીય વિધર્મી યુવક ગત 2જી ડિસેમ્બરે ઘેરથી ભગાડી ને મુંબઈ લઈ ગયા બાદ 6 ડિસેમ્બરે બાન્દ્રા ખાતે યુવતીનું ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કરી લેતાં ભારે હોબાળો મચ્યો હતો. યુવતી અને યુવકને બુધવારે સાંજે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં લવાયા હતા. જયાં બંનેનું ચાર કલાક સુધી કાઉન્સેલિંગ કરાયું હતું.ઘટનાના પગલે બંને પક્ષના ટોળા અને હિન્દુ સંગઠનના કાર્યકરોના ટોળા કારેલીબાગ પોલીસ સ્ટેશને ઉમટી પડતાં એક તબક્કે પોલીસ સ્ટેશનની જાળી બંધ કરી દેવી પડી ટોળાને વિખેરવું પડ્યું હતું. લવજેહાદના આ કિસ્સા સામે અગ્રણીઓનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે ફરિયાદ થઇ ન હતી.બંનેને પોતપોતાના ઘરે મોકલી કાઉન્સેલીંગ શરૂ કરાયું હતું.

યુવતીએ પોલીસને પત્ર લખીને જાણ કરી હતી કે, તેણે રાજીખુશીથી લગ્ન કર્યા છે
નાગરવાડા વિસ્તારમાં રહેતી બ્રાહ્મણ યુવતીને તેના મહોલ્લામાં જ રહેતા વિધર્મી યુવક સાથે ત્રણેક વર્ષથી પ્રેમ સબંધ બંધાયો હતો અને બંને ગાઢ પરિચયમાં આવ્યા હતા. બંને 2જી તારીખે ઘેરથી ભાગી જઇ છોટાઉદેપુર ગયા હતા.ત્યા લગ્નનો પ્રયાસ કર્યો હતો પણ ગુજરાતમાં કાયદાનું બંધન નડતાં સફળ થયા ન હતાં.જેથી બંને ધર્મ પરિવર્તનનો કાયદો અમલમાં નથી તેવા મહારાષ્ટ્ર રાજ્યમાં ગયા હતા.મુંબઇના બાન્દ્રા ખાતે યુવતીનું ધર્મ પરિવર્તન કરાવાયું હતું અને બંનેએ નિકાહ કરી લીધા હતા.ત્યારબાદ યુવતીએ પોલીસને પત્ર લખીને જાણ કરી હતી કે તેણે આ વિધર્મી યુવક સાથે રાજીખુશીથી લગ્ન કર્યા છે.

યુવક યુવતીને પોતપાતાના ઘેર મોકલીને ત્યાં કાઉન્સેલિંગ શરૂ કરાયુ હતું
યુવક અને યુવતી મુંબઇથી વડોદરા આવ્યા હતા અને યુવતીએ તેને દબાવવાનો પ્રયત્ન કરાશે તેવી પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ દ્વારા બુધવારે સાંજે યુવક અને યુવતીને પોલીસ સ્ટેશન બોલાવાયા હતા.બંનેના પરિવાર પણ પોલીસ સમક્ષ પહોંચ્યા હતા જયાં યુવક અને યુવતીનું સતત કાઉન્સેલિંગ કરાયું હતું અને ત્યારબાદ બન્ને પોતપાતાના ઘેર મોકલીને ત્યાં કાઉન્સેલિંગ શરૂ કરાયુ હતું.કારેલીબાગ પોલીસ સ્ટેશન પર લોકોના ટોળા ઉમટી પડતા ઉત્તેજના છવાઇ ગઇ હતી.લવજેહાદની ઘટનાના પગલે હિન્દુ સંગઠનો તથા બંને પક્ષના ટોળા કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા, જેથી એક તબક્કે પોલીસને પોલીસ સ્ટેશનના મુખ્ય દરવાજાની જાળી બંધ કરી દેતાં જય શ્રી રામના નારા લાગ્યા હતા જોકે,પોલીસે ટોળાને વિખેર્યું હતું.

પિતાના તેરમાની વિધિ પતાવીને દીકરી ફરી વિધર્મી યુવક સાથે ફરાર થઈ ગઈ
નાગરવાડા વિસ્તારમાં યુવતીને ધર્મ પરિવર્તન કરાવી મુસ્લિમ યુવકે નિકાહ કરી લીધા બાદ બંનેને પોતપોતાના ઘરે મોકલી દેવામાં આવ્યાં હતાં.ગુરુવારે યુવતીની આખા દિવસ દરમિયાન સાંસદ અને ધારાસભ્ય સહિતના નેતાઓ દ્વારા મુલાકાત કરી સમજાવવાના પ્રયાસો આદર્યા હતા.આ ઘટના પ્રકાશમાં આવતાં હિન્દુ સંગઠનો પણ વિરોધ કરવા સાથે મેદાનમાં આવી ગયાં છે.આ ઘટના બાદ યુવતીના પથારીવશ પિતાનું મૃત્યુ થયું હતું અને પિતાના તેરમાની વિધિ પતાવીને દીકરી ફરી વિધર્મી યુવક સાથે ફરાર થઈ ગઈ છે. કારેલીબાગ પોલીસે યુવક અને યુવતીની ફરી શોધખોળ શરૂ કરી છે.

Share Now