ગુજરાત સરકાર સોલાર પેનલ સિસ્ટમ નો વધુને વધું ઉપયોગ કરી વીજળી બચાવવા માટે પ્રસાર પ્રચાર કરી રહી છે ત્યારે સરકારી કચેરીમાં માજ તેનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે જવાબદાર ખુરશી ઉપર બિરાજમાન અધિકારીઓ પોતાની જવાબદારી ભૂલી ગયા છે અને સરકારી પૈસા નો દુરુપયોગ કરી રહયા છે.
વલસાડ આરટીઓ કચેરીમાં મોટા વીજ બિલો નું ભારણ ઘટાડવાના ઉદ્દેશ્ય થી લાખ્ખો ના ખર્ચે નાખવામાં આવેલી સોલાર પેનલ અહીં ફિટ કર્યા બાદ હવે વર્ષોથી ધૂળ ખાઈ રહી છે અને અહીંના જવાબદાર અધિકારીઓ ને તો ખબર પણ ન હતી કે સોલાર સિસ્ટમ અહીં ફિટ કરેલી છે જયારે સત્યડે એ આ બાબતે ખુલાસો માંગ્યો તો તપાસ કરાવી લઈશું એવો ઉડાઉ જવાબ આપ્યો હતો.વલસાડ આરટીઓ માં કચેરી બહાર ના અજાણ્યા માણસો ની અવરજવર અને લાયસન્સ બનાવવા 10,000 ની રકમ લેવાતી હોવાની વાતો પણ ચર્ચાઈ રહી છે ત્યારે સોલાર સિસ્ટમ નો ઉપયોગ નહિ કરી સરકારી પૈસા નો અહીં વ્યય થયા ની ગંભીર બાબત સામે આવી છે.અત્રે ઉલ્લેખનીય છેકે ગુજરાત સોલાર રૂફટોપમાં 31 માર્ચ-2019 સુધીમાં 326.67 મેગાવોટ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી સાથે દેશમાં પ્રથમ ક્રમે છે
અને 2022 સુધીમાં 1 લાખ 75 હજાર મેગાવોટની આવી ઊર્જા ઉત્પાદન ક્ષમતાના પ્રધાનમંત્રીના નિર્ધારમાં ગુજરાત સોલાર રૂફટોપ યોજનાથી અગ્રેસર રહેવાની વાતો વચ્ચે જ્યારે સરકારી માણસો જ સોલાર ને ગંભીરતા થી લેતાં નહીં હોવાનો પુરાવો વલસાડ આરટીઓ માં જોવા મળી રહ્યો છે ત્યારે ગાંધીનગર માં બેઠેલા આકાઓ આ મામલે તપાસ કરે તે જરૂરી બન્યું છે.


