ગુજરાત રાજ્યના પોલીસ બેડામાં પોલીસ કર્મચારીઓની મોટાપાયે બદલી કરવામાં આવી છે.રાજ્યના 53 PIની બદલી થઈ છે.રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ ગુજરાતમાં ફરજ બજાવતા પીઆઈની બદલીનો આદેશ જાહેર કર્યો છે.આ તમામ પીઆઈની અલગ અલગ જિલ્લાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.જેમાં રાજ્યના પાટનગરમાં ફરજ બજાવતા PI એ.જે ચૌહાણની અમદાવાદ શહેરમાં બદલી કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરના ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા બી.એસ રબારી અને સાઈબર ક્રાઈમના પી.આઈ સી.યુ પરેવાની એસીબીમાં બદલી કરવામાં આવી છે.
શહેરના ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા બી.એસ રબારી અને સાઈબર ક્રાઈમના પી.આઈ સી.યુ પરેવાની એસીબીમાં બદલી કરવામાં આવી.
ગુજરાતમાં ફરજ બજાવતા પીઆઈની બદલીનો આદેશ જાહેર કર્યો
જ્યારે બીજી તરફ રાજકોટ શહેરના રૂરલના ખાતેના ઉપલેટા પોલીસ મથકના પીઆઇ એમ.એન.રાણાને કચ્છ પૂર્વ-ગાંધીધામ ખાતેની બદલી થઈ છે.આ પહેલા તેઓ રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ હતા.તેમજ રાજકોટ રૂરલના વધુ એક પીઆઇ વી.એચ. જોશીને CID ક્રાઇમમાં મુકાયા છે.


