નવી દિલ્હી તા.12 : દિલ્હીના સતાધારી આમઆદમી પાર્ટીના ધારાસભ્ય સોમનાથ ભારતીને ‘વિવાદીત બયાન’ના મામલામાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, ડે.સીએમ મનીષ સીસોદીયા અને બીજા મંત્રીઓ સોમનાથ ભારતી પર હુમલો અને તેમને જેલમાં મોકલવા માટે સીધો યુપીના સીએમ યોગી આદીત્યનાથ પર આરોપ લગાવી રહ્યા છે.સોમનાથ ભારતીએ જણાવ્યું હતું કે યોગી પોલીસનું આ જૂઠાણું છે કે મે 41-એ નોટિસનો ઈન્કાર કર્યો છે. કોર્ટે આઈઈઓ મહેન્દ્રસિંહ અને મારા ફોનના લોકેશનને ટ્રેસ કરવાનો નિર્દેશ આપવો જોઈએ.જો મારી વાત ખોટી નીકળી તો હું રાજનીતિ છોડી દઈશ, સોમનાથ ભારતીને કસ્ટડીમાં લેવા અંગેનો મામલો કંઈક એવો છે કે ઉતરપ્રદેશમાં પંચાયત ચૂંટણીને લઈને પ્રચાર કરવા અમેઠી આવેલા સોમનાથ ભારતીએ કટાક્ષ કર્યો હતો કે પ્રદેશની હોસ્પિટલોમાં બાળકો તો પેદા થઈ રહ્યા પણ તેની સાથે કૂતરાના બચ્ચા પણ પેદા થઈ રહ્યા છે.સોમનાથે કહ્યું હતું કે મારા નિવેદનનો કટાક્ષ સમજીને સરકારે કાર્યપ્રણાલીમાં સુધારો કરવો જોઈએ.આ મામલે એક ફોટો પણ વાઈરલ થયા હતાં જે હોસ્પિટલના બેડમાં કૂતરા સૂતેલા જોવા મળ્યા હતા,આ મામલાના નિવેદનને લઈને સોમનાથની ધરપકડ થઈ હતી તેમ પોલીસે જણાવ્યું હતું.


