નવી દિલ્હી : દેશમાં કોરોના કાળના કારણે ખોરવાઈ ગયેલા વ્યાપાર આયોજનો વચ્ચે સરકારે આવકવેરા સહિતના વાર્ષિક રીટર્ન ફાઈલ કરવાની મુદત વધારી દીધી છે અને હજું મુદત વધારા અંગે ગુજરાત અને મુંબઈ હાઈકોર્ટમાં વ્યાપાર ઉદ્યોગના સંગઠનોએ અપીલ કરી છે. તે વચ્ચે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્ષ દ્વારા સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી છે કે એસેસમેન્ટ વર્ષ 2020-21 માટે જે ટેક્ષ ઓડીટ રીપોર્ટ છે તે ફાઈલ કરવાની અંતિમ તારીખ 15 જાન્યુ. 2021 છે તેમાં કોઈ વધારો થશે નહી.
ગઈકાલે એક ઓર્ડરમાં સીબીડીટીએ સ્પષ્ટ કર્યુ છે કે રીટર્ન ફાઈલ કરવાની જે પણ કોઈ રજુઆત કરવામાં આવી હતી તે નકારવામાં આવી છે અને આજે ગુજરાત હાઈકોર્ટમાં પણ સીબીડીટી આ જ વલણ નિશ્ર્ચિતપણે લેશે. ગુજરાત હાઈકોર્ટ તા.8 જાન્યુઆરીના એક નોટીસમાં કેન્દ્રના નાણા વિભાગને ઓડીટ રીટર્ન ફાઈલ કરવાની જે ડયુ ડેઈટ છે તે વધારવા માટે વિચારવા જણાવ્યું હતું.ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ ક્ધસલ્ટન્સ દ્વારા હાઈકોર્ટમાં આ રીટ દાખલ થઈ હતી.
સીબીડીટીએ સ્પષ્ટ કર્યુ હતું કે ટેક્ષ તાકીદ રીટર્ન ફાઈલ કરવાની મુદત અગાઉ જ ત્રણ વખત વધારવામાં આવી છે.ઉપરાંત ગત વર્ષ કરતા ચાલુ વર્ષ રીટર્ન ફાઈલીંગની સંખ્યા પણ વધી ગઈ છે અને હવે વધુ કંઈ મુદત આપવામાં આવે તો આવકવેરા સહિતના રીટર્ન ફાઈલ કરવાની જે એક નિશ્ર્ચિત અને શિસ્તબદ્ધ પ્રક્રિયા છે તેને અસર કરશે અને આ એક ‘પ્રથા’ પડી જશે.