– 18 નવેમ્બરે ચૂંટણીબાદ પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરાઇ
મહુવા તાલુકામાં આવેલી મહુવા ખાંડ ઉત્પાદક સહકારી મંડળીની વયસ્થાપક સમિતિની ચૂંટણી બાદ આજરોજ મળેલી બેઠકમાં સુગરના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી,જેમાં પ્રમુખ તરીકે માનસિંહભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે બળવંતરાય પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
મહુવા સુગરની ગત 18 મી નવેમ્બરના રોજ વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણી યોજાઈ હતી ત્યારબાદ મહુવા સુગર ફેકટરી ખાતે મળેલી પ્રથમ વ્યવસ્થાપકોની મિટિંગમાં પ્રમુખ અને ઉપપ્રમુખ નિમવા બાબતે ચર્ચા વિચારણા બાદ પ્રમુખ માટે માનસિંહ પટેલની દરખાસ્ત બળવતભાઈ અહિરે કરી હતી,જેનો હિમાંશુ પટેલે ટેકો આપ્યો હતો.એક રાગીતા સાથે સુગરના પ્રમુખ તરીકે માનસિંગભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી.ઉપપ્રમુખ પદે માજી પ્રમુખ બળવંતરાય પટેલના નામની દરખાસ્ત મુકુંદભાઈ દ્વારા કરવામાં આવી,જેનો ટેકો જીગર નાયક દ્વારા આપવામાં આવ્યો હતો.ઉપપ્રમુખ તરીકે સર્વાનુમતે બળવતરાય પટેલની વરણી કરવામાં આવી હતી.મહુવા સુગરમાં ફરી વખત માનસિંગભાઈને પ્રમુખ પદે બેસાડતા ખેડૂત સભાસદોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.