ડાંગ જિલ્લામાં નાયબ પોલીસ અધિક્ષક,પી.એસ.આઈ સહિત આઠ પોલીસ કર્મચારીઓ મળી કુલ 10 કર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ આંકડો 154 પર પોહચ્યો છે.ડાંગ જિલ્લામાં કોરોના મહામારીએ માથુ ઉચકતા સ્થિતિ ચિંતાજનક બની છે.ડાંગ જિલ્લામાં રવિવારે પોલીસ વિભાગનાં નાયબ પોલીસ અધિક્ષક,પી.એસ.આઈ.સહિત આઠ પોલીસ કર્મચારીઓ મળી કુલ 10 જેટલા કર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ડાંગ આરોગ્ય વિભાગ હરકતમાં આવી દોડતુ થયુ હતુ.હાલમાં આરોગ્ય વિભાગની ટીમે આ તમામ 10 પોઝિટિવ દર્દીઓને કોવિડ કેર હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી છે. ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ આંકડો 154 ઉપર પોહચ્યો છે.જેમાંથી 133 જેટલા દર્દીઓ સંપૂર્ણ પણે સાજા થઈ જતા તેઓને રજા આપવામાં આવી છે.જ્યારે આજનાં કેસોની સાથે હાલમાં 21 જેટલા દર્દીઓ એક્ટિવ હોય જે કોવિડ કેર હોસ્પિટલ સારવાર હેઠળ છે.


