ભારતીય ક્રિકેટ ટીમ સામે ઑસ્ટ્રેલિયા વિરૂદ્ધ ચાર મેચની સીરીઝની છેલ્લી ટેસ્ટ મેચમાં ઉતરતા પહેલા મુશ્કેલી ઉભી થઈ ગઈ છે.આ અગાઉના પ્રવાસ પર ભારતને સીરીઝ જીતવા માટે એના ચાર પ્રમુખ બોલરો ઈજાને કારણે સીરીઝમાંથી બહાર થઈ ચૂક્યા છે. ઈશાન્ત શર્મા, મોહમ્મદ શમી,ઉમેશ યાદન બાદ હવે જસપ્રીત બુમરાહ પણ ઈજાગ્રસ્ત થયા બાદ ભારત પાછા ફરશે.
ભારતીય ટીમ માટે બ્રિસબેનમાં રમનારી સીરીઝની છેલ્લી મેચ બોલિંગની દૃષ્ટિએ સખત પડકારથી ભરેલી જોવા મળવાની છે.મોહમ્મદ સિરાજ હાલમાં ટીમનો સૌથી અનુભવી બોલર છે.આ બોલરે આ પ્રવાસ પર તેની ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે અને અત્યાર સુધીમાં ફક્ત 2 મેચ રમી છે. સિરાજ સાથે નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુર હશે,જેની પાસે એક-એક ટેસ્ટમાં રમવાનો અનુભવ છે.શાર્દુલ તો પોતાના ટેસ્ટ ડેબ્યૂ પર માત્ર 10 બોલ બાદ જ ઈજાગ્રસ્ત થઈને બહાર થઈ ગયા હતા.
અગાઉની સીરીઝમાં ચારેય ઝડપી બોલરો ઘાયલ
ભારતે પાછલા પ્રવાસ પર ઑસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝમાં ઐતિહાસિક જીત મેળવી હતી. એમાં ઈશાન્ત,શમી,ઉમેદ અને બુમરાહનો મોટો ફાળો રહ્યો હતો.ઈશાન્ત ટેસ્ટ સીરીઝ શરૂ થવા પહેલા જ બહાર થઈ ગયો હતો.શમી પ્રથમ ટેસ્ટ મેચ રમ્યા પછી ઈજાગ્રસ્ત થયો હતો,ત્યારે ઉમેશને મેલબર્નમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ગંભીર ઈજા થઈ હતી.હવે ત્રીજી મેચ રમ્યા બાદ ઝડપી બોલર બુમરાહ પણ ઈજાગ્રસ્ત થયો હતો.
બુમરાહ છેલ્લી ટૂરમાં પ્રથમ નંબરે હતો
ચાર મેચની ટેસ્ટ સીરીઝમાં બુમરાહે 21 વિકેટ પ્રાપ્ત કરી હતી અને પહેલા સ્થાન પર રહ્યા હતા.ઑસ્ટ્રેલિયાના સ્પિનર નાથન લિયોને પણ 21 વિકેટ પ્રાપ્ત કરી હતી પરંતુ બુમરાહે આર્થિક રીતે વધુ બોલિંગ કરી હતી.મોહમ્મદ શમીએ 4 મેચમાં 16 વિકેટ ઝડપી હતી. ઈશાન્તે ત્રણ મેચ રમીને 11 વિકેટ ઝડપી હતી,જ્યારે ઉમેશ યાદવે 1 મેચમાં બે વિકેટ પોતાની નામે કરી હતી.


