– સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં પોલીસબેડામાં ધરખમ ફેરફાર એસીપી-ડીવાય.એસ.પી.ની બદલીના ટૂંક સમયમાં બદલીના ઓર્ડર
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી ગમે ત્યારે જાહેર થાય તે પૂર્વે પોલીસબેડામાં લાંબા સમયથી ફરજ બજાવતા પીઆઇ બાદ પીએસઆઇની બદલી કરવામાં આવી છે. રાજકોટ શહેર અને ગ્રામ્યના ચાર પી.એસ.આઇ. સહિત ૭૭ પીએસઆઇની આંતર જિલ્લા બદલીના મોડી સાંજે ઓર્ડર થયા છે. ટૂંક સમયમાં જ એસીપી-ડીવાય.એસ.પી. કક્ષાના પોલીસ અધિકારીના પણ બદલીના ઓર્ડર થાય તેમ હોવાના નિર્દેશ મળી રહ્યા છે.
જ્યારે મોડી સાંજે ૭૭ જેટલા પી.એસ.આઈ.ની બદલીના હુકમ કરવામાં આવ્યા છે.જેમાં ગીરસોમનાથના માળી સુખીબેનને અરવલ્લી,પોરબંદરના નોયડા રોશનબેનને દેવભૂમી દ્વારકા,ભાવનગરના મકવાણા મનીષ ડી.ને દેવભૂમી દ્વારકા અમરેલીના પરમાર વિજયભાઈ ગાંધીધામ ખાતે જામનગર સરવૈયા પ્રાણસિંહને સુરત ગ્રામ્ય રાજકોટ શહેરના ડામોર મહેન્દ્રસિંહ ફતેસિંહને ડામોર, બનાસકાંઠાના જાડેજાના બટુકસિંહને ભુજ,ભાવનગરના રાહુલ વાઢેરને જામનગર વડોદરાના ગ્રામ્યના જાડેજા ભુપતસિંહ મોરબી, સુરેન્દ્રનગરના ઠાકોર એમ.એમ.ને અમદાવાદ શહેર, રાજકોટ શહેરના શૈલેષ પટેલના અમદાવાદ શહેર,અમદાવાદ શહેરના પરમાર જયેન્દ્રસિંહને રાજકોટ શહેર,જામનગરના અશ્વિનકુમાર વાળાને જુનાગઢ, જામનગરના અનિલકુમાર મુળીયાણાને ગાંધીનગર, ભુજથી ઝાલા યોગરાજસિંહ અનિરૂઘ્ધસિંહને બોટાદ, ભાવનગરથી સીસોદીયા જીલુભા હીરાભાને રાજકોટ ગ્રામ્ય, ગીરસોમનાથના સાદુર્લભાઈ ભુવાને નવસારી રાજકોટ ગ્રામ્યના રામભાઈ કોડીયાતરને અમદાવાદ શહેર,ભાવનગરના પરમાર જયશ્રીબેનને આણંદ,મોરબીના ગોંડલીયા વિશાખાને રાજકોટ ગ્રામ્ય, વડોદરાના તુષાર પંડયાને રાજકોટ શહેરમાં, વડોદરા ગ્રામ્યના ગોઢાણીયા અરજનભાઈને દેવભૂમી દ્વારકા, અમરેલીના જાદેવખાન પઠાણને અમદાવાદ શહેર,જુનાગઢના મોહનભાઈ બાલસને પોરબંદર, રાજકોટ ગ્રામ્યના રાજેન્દ્રકુમાર ચૌહાણને ગાંધીનગર આઈ.બી.માં,જામનગરના ચારણ આશાબેનને ગાંધીનગર આઈ.બી.માં, અમદાવાદ શહેરના સંજયકુમાર ગરચરને દેવભૂમી દ્વારકા,સુરત શહેરના રાકેશ મારૂને ગીરસોમનાથ,અમદાવાદ શહેરને પ્રેમજીભાઈને ગીરસોમનાથ,સુરેન્દ્રનગરના તૃષા બુડાસણા, રાજકોટ શહેરમાં અમરેલીના જાડેજા ગીરીરાજસિંહને ગાંધીધામ ખાતે અને અમદાવાદ ગ્રામ્યના જાડેજા ક્રિપાલસિંહને રાજકોટ ગ્રામ્યમાં પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.
– રાજકોટ રૂરલના પીઆઇ એમ.એન.રાણાની પૂર્વ કચ્છ, સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ વલસાડ ખાતે ટ્રાન્સફર
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પૂર્વે ગૃહ વિભાગ દ્વારા પોલીસબેડામાં બદલીનો ગંજીપો ચીપી એક સાથે ૧૦૦ જેટલા પોલીસ ઇન્સ્પેકટરની સામુહિક બદલીના ઓર્ડર કર્યા છે. જેમાં ચાર વર્ષ જેટલો સમય થયો હોય તેવા તમામ પોલીસ ઇન્સ્પેકટરની બદલી કરવામાં આવી છે.રાજકોટ રૂરલ એસસીબી,એસઓજી અને ઉપલેટા ખાતે પસંશનીય ફરજ બજાવનાર પી.આઇ. એમ.એન.રાણાને રાજકોટ રૂરલમાં ચાર વર્ષ જેટલો સમય થતા તેઓને પૂર્વ કચ્છમાં બદલી કરવામાં આવી છે.રાજકોટ રૂરલમાં પી.એસ. આઇ.માંથી બઢતી સાથે પી.આઇ. બન્યા બાદ એમ. એન. રાણાએ એલ.સી.બી.માં ચરસ,ગાંજો અને દારૂનો મોટો જથ્થો પકડવા ઉપરાંત આનડીટેકટ મડ૪ર,જેતપુરની બાળકી પર થયેલા બળાત્કારના આરોપીને તાત્કાલિક ધરપકડ કરવા ઉપરાંત મોટી સંખ્યામાં ઘરફોડ ચોરીના ભેદ ઉકેલી રૂરલ પોલીસમાં પસંશનીય ફરજ બજાવી ઉચ્ચ અધિકારીઓની ગુડ બુકમાં રહ્યા બાદ તાજેતરમાં જ તેઓની ઉપલેટા પી.આઇ. ખાતે બદલી થઇ હતી.પી.આઇ. એમ.એન.રાણા આ પહેલાં પશ્ર્ચિમ કચ્છમાં પી.એસ.આઇ. તરીકે પસંશનીય ફરજ બજાવી હોવાથી તેમઓ રાજકોટ રૂરલ અને કચ્છમાં સારી લોક ચાહના ધરાવે છે.
જસદણના પી.આઇ. વી.એચ. જોષીને સીઆઇડી ક્રાઇમમાં અને સુરેન્દ્રનગર એલસીબી પી.આઇ. ડી. એમ. ઢોલ પણ ઘણા લાંબા સમયથી સુરેન્દ્રનગરમાં હોવાથી તેઓની વલસાડ ખાતે બદલી કરવામાં આવી છે. ભાવનગરના એ.ડી. સીસોદીયા પોરબંદર, અમદાવાદના કે.સી. રાઠવાને અમરેલી, બી.ડી.ગમારને પોરબંદર, જે.આર. પટેલને પોરબંદર, જે.એન.ચાવડાને ગીર સોમનાથ, ડી.વી.વ ાલાણીને બોટાદ, સીઆઇડી ક્રાઇમના એમ.આર. ગોઢાણીયાને મોરબી, જૂનાગઢ પી. ટી. સી.ના પી.આઇ.વી.એલ.પટેલને મોરબી, વલસાડથી જે.કે.ડાંગરને દેવભૂમિ દ્વારકા બદલી કરાઇ છે.
અમદાવાદ શહેરના બી.એસ .રબારી, સી. યુ.પરેવા, સુરતના ડી.કે.પટેલ, અમદાવાદ ગ્રામ્યના જોરાવરસિંહ ગંભીરસિંહ ઝાલા અને ભરૂચના એચ.એસ. રાઠોડને એસીબીમાં નિમણુંક આપવામાં આવી છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે પી.આઇ.ની બદલી બાદ ટૂંક સમયમાં પી.એસ.આઇ.ની પણ બદલીના ઓર્ડર થવાના નિર્દેશ મળી રહ્યા છે. લાંબા સમયથી એક જગ્યા પર રહેલા પોલીસ અધિકારીની બદલી થશે તેવું સુત્રો જણાવી રહ્યા છે.


