– ભાજપ દારૂબંધીની તરફેણ કરીને મોટી મોટી ખાલી વાતો જ કરે છે ? કેમ કે હાલ જ સુરત ભાજપના કોર્પોરેટરે દારૂ પીને બેફામ અપશબ્દો બોલી વાણી વિલાસ કરતા ઝડપાયા છે.
– સુરત ભાજપના કોર્પોરેટરનો વીડિયો વાયરલ
– દારૂના નશામાં બેફામ બોલતો હતો અપશબ્દો
– કોર્પોરેટર સંજય શર્મા લોકો પર રોફ જમાવતા હતા
ગઈકાલે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી પ્રવાસન નીતિ જાહેર કરી જેમાં કોઈ પણ ભોગે દારૂબંધીમાં છુટછાટ નહીં મળે તેવી વાત કરી પણ ખુદ ભાજપના જ કોર્પોરેટર બેફામ દારૂ ઢીંચીને વાણીવિલાસ કરતા ઝડપાઈ ગયા છે હવે શું?
સંજય શર્મા કે રાજ મેં સબ જી રહે હૈ : કોર્પોરેટર
સુરતના ભાજપ કોર્પોરેટરનો વીડિયો વાયરલ થયો છે.જેમાં ભાજપના કોર્પોરેટર સંજશ શર્મા બેફામ અપશબ્દો બોલી રહ્યા છે.દારૂના નશામાં ભાજપના કોર્પોરેટર સંજય શર્મા અપશબ્દો બોલી રહ્યા છે અને કહી રહ્યા છે કે સંજય શર્મા કે રાજ મેં સબ જી રહે હૈ.સંજય શર્મા કોર્પોરેટર હોવાનો રૌફ જમાવી રહ્યા છે.અને પાણીનો વેપાર કરતા દુકાનદાર સાથે બબાલ કરતા જોવા મળી રહ્યા છે.ત્યારે સંજય શર્માનો નશાની હાલતમાં વાયરલ થયેલો આ વીડિયો દારૂબંધીની પોલ ખોલી રહ્યો છે.અહિંયા સવાલ ઉઠી રહ્યા છે કે ભાજપ કોર્પોરેટર સંજય શર્મા સામે કાર્યવાહી ક્યારે? શું કોર્પોરેટર લોકો પર દાદાગીરી કરવા બન્યા છો? દારૂબંધીની પોલ ભાજપના કોર્પોરેટરે જ ખોલી દીધી? ભાજપના કોર્પોરેટર છો એટલે તમને કોઇ કાયદો નહીં નડે? શું પોલીસ ભાજપના કોર્પોરેટર પર કાર્યવાહી કરશે?
સુરત જિલ્લા ભાજપના કોર્પોરેટરે સંજય શર્માએ પાણીનો વેપાર કરતા એક દુકાનદાર સાથે રોડ પર પાણી આવવા જેવી નજીવી બાબતે ઝઘડો કર્યો હતો.સંજય શર્માએ સમગ્ર વિસ્તારમાં જોર જોરથી ગાળા ગાળી કરી વિસ્તારને બાનમાં લીધો હતો. દુકાનદાર પાસે માફી મંગાવી હતી.કડોદરા નગર પાલિકાના કોર્પોરેટર સંજય શર્મા બાંધકામ સમિતિના અધ્યક્ષ રહી ચુક્યા છે.


