TMC સાંસદનું માથુ કાપી લાવનારને મહંત રામદાસે 5 કરોડનું ઈનામ જાહેર કર્યું

377

અયોધ્યા તા.13 : ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ ભગવાન રામ અને સીતા મૈયા માટે અપમાનજનક ટિપ્પણી કરતા અયોધ્માં આક્રોશનો માહોલ છવાયો છે તપસ્વી છાવણીના મહંત પરમહંસ દાસે ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીનું માથુ કાપી લાવનારને રૂા.5 કરોડનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. પરમહંસ દાસે જણાવ્યું હતું કે બેનર્જીએ જે કંઈ કહ્યું છે તે અસહ્ય છે.ઉલ્લેખનીય છે કે પશ્ર્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન સાંસદ કલ્યાણ બેનર્જીએ યુપીની કાનૂન વ્યવસ્થા પર કટાક્ષ કરેલા નિવેદનનો વિડીયો વાઈરલ થયો છે,જેમાં બેનર્જી એમ કહેતા દેખાય છે કે સીતાએ ભગવાન રામને કહ્યું કે સારું થયું મારું હરણ રાવણે કર્યુ નહીં કે તેના નચેલાઓથ દ્વારા,નહીં મારી હાલત પણ હાથરસ જેવી થાત.વિહિપ્ના મીડીયા પ્રભારી શરદ શર્માએ કહ્યું હતું કે સાંસદે કાલી ભકતોનું પણ અપમાન કર્યુ છે,જે બંગાલી અધિષ્ઠાત્રી છે.

Share Now