દેવામાં ડૂબેલી સરકારી વિમાન કંપની એર ઇન્ડિયાને અદાણી ગ્રુપ ખરીદશે..!!

306

ન્યુ દિલ્હી,તા.૨૫
સરકારી વિમાન કંપની એર ઇન્ડિયાને ખરીદવાની રેસમાં વધુ એક નામ સામે આવ્યુ છે, સૂત્રોનું કહેવું છે કે, દેશની મોટી કંપની અદાણી ગ્રુપ એર ઇન્ડિયાને ખરીદવાનું મન બનાવી રહી છે. આ પ્રથમવાર છે જ્યારે દેવામાં ડૂબેલી સરકારી વિમાન કંપનીને અદાણી ગ્રુપ ખરીદવાની વાત કરી રહી છે. આ પહેલા એર ઇન્ડિયાને ખરીદવા માટે ટાટા ગ્રુપનું નામ સામે આવી ચૂક્યું છે.
સૂત્રોનું કહેવું છે કે, અદાણી ગ્રુપ એર ઇન્ડિયા ખરીદવા માટે એક્સપ્રેસ ઓફ ઇન્ટ્રેરેસ્ટ દાખલ કરી શકે છે. આ માટે તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. તમને જણાવી દઇએ કે અદાણી ગ્રુપ ભારતનું સૌથી મોટું એરપોર્ટ ઓપરેટર બનવાની રેસમાં છે. આ ગ્રુપ હાલમાં અમદાવાદ, લખનઉ અન મેંગલોર એરપોર્ટનું સંચાલન કરે છે. આ સિવાય કંપની તિરૂવનંથપૂરમ, અમદાવાદ અને ગુવાહાટીના સંચાલન માટે પણ અરજી કરી ચુક્યું છે.
મામલા સાથે સંકળાયેલા એક અન્ય અધિકારીનું કહેવું છે કે, અદાણી ગ્રુપને એર ઇન્ડિયા ખરીદવા માટે કાયદાકીય પડકાર મળી શકે છે. કારણ કે અદાણી ગ્રુપ પહેલાથી જ કેટલાક એરપોર્ટનું સંચાલન કરી રહ્યું છે. જોકે કોઇ પણ પ્રકારનો અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર જ લેશે.
કેન્દ્ર સરકાર આ વર્ષે એર ઇન્ડિયાના વિનિવેશનો નિર્ણય લઇ ચૂકી છે. ભારત સહિત દુનિયાની તમામ કંપનીઓ એર ઇન્ડિયાને ખરીદવા માટે આવેદનો મંગાવવામાં આવ્યા છે. એર ઇન્ડિયા પાસે હાલમાં ૨૨,૦૦૦ કરોડ રૂપિયાનું ભારેભરખમ દેવું છે. કેન્દ્ર સરકારે ૨૦૧૮માં પ્રથમવાર એર ઇન્ડિયાનો ૭૬ ટકા સ્ટેક વેચવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ વખતે સરકારે એર ઇન્ડિયાનો સંપૂર્ણ ૧૦૦ ટકા સ્ટેક વેચવા માટે આવેદન મંગાવ્યા છે. પરંતુ અત્યાર સુધીમાં કોઇ ફરીદાર મળ્યો નથી.

Share Now